Vadodara

બેફામ રિક્ષા ચાલકો દ્વારા પેેસેન્જરો પાસે ઉઘાડી લૂંટ

વડોદરા : શહેર સહિત સમગ્ર ભારતમાં રિક્ષાને સેફ સવારી ગણવામાં આવે છે. સસ્તી અને સાલામત કહેેવાતી સવારીમાં રિક્ષા ચાલકો દ્વારા ભાડાને નામે ઉઘાડી લૂંટ ચલાવાઇ રહી છે.રેલવે સ્ટેશન, એસટી ડેપો તથા એસએસજી હોસ્પિટલમાં મોટાબાગે બહાર લોકો આવતા હોય છે ત્યારે રિક્ષા ચાલકો આવા અજાણ્યા મુસાફરો પાસેથી મનફાવે તેવું ભાડું વસુલી સંસ્કારી નગરીને વગોવી રહ્યા છે. ઘણા ચાલકો પરપ્રાંતિયો ચાલકો પાસે લાયસન્સ પણ હોતા નથી તેમ છતાં અધિકારીઓ આશીર્વાદના કારણે બિન્દાસ્ત ધંધો કરી રહ્યા છે. જેમાં આરટીઓ તથા ટ્રાફિક પોલીસ બંનેની બેદરાકારીના કારણે ચાલકોને મોકળુ મેદાન મળી ગયું છે.

શહેરમાં બિલાડીના ટોપની જેમ જ્યાં જોવો ત્યાં રિક્ષા જોવા મળતી હોય છે. રિક્ષામાં લોકો સસ્તી અને સરળ મુસાફરી કરી શકતા હોય છે. પરંતુ મોટાભાગના રિક્ષા ચાલકો પોતાના મનમસ્તીમાં જ રિક્ષા ચલાવતા હાય છે. રિક્ષા ચાલકો દ્વારા આરટીઓના નિયમોનું સરેઆમ ભંગ કરીને શહેરના સડકો પર રિક્ષાઓ દોડાવી રહ્યા છે. ઉપરાંત ચાલકો મુસાફરો પાસેથી ભાડાના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.

ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા રેલવે સ્ટેશન, એસટી ડેપો તથા એસએસજી હોસ્પિટલ સહિતના શહેરમાં પ્રવેશવાના માર્ગો પર ખાસ કરીને બહારથી મુસાફરો આવતા હોય છે. ત્યારે સરનામુ જાણતા ન હોય તેવા લોકોનો રિક્ષા ચાલકો ફાયદો ઉઠાવી લેતા હોય છે. રેલવે સ્ટે્નશ,એસટી ડેપો તથા એસએસજી હોસ્પિટલ સુધી બેસાડવાનું મસમોટું ભાડુ મુસાફરો પાસેથી વસૂલતા હોય છે. આમ ભાડના નામ પર લુંટફાટ ચલાવતા રિક્ષા ચાલકો સંસ્કારી નગરીનું નામ વગોવી રહ્યા છે. પરંતુ ટ્રાફિક પોલીસમાંથી મળતી માહિતી મુજબ જો રિક્ષા ટ્રાફિકને અડચણરૂપ હોય તો જ ડીટેઇન કરવાની હોય છે.

રીક્ષાના મીટર ટેરીફ માટેની ઓફિસ બંધ
રિક્ષા મીટરના ટેરીફ કરાવવા માટેની ઓફિસ બંધ થઇ ગઇ હોવાથી બંધ મીટર સાથે જ રિક્ષા ચલાવી રહ્યાં છે. છતા આરટીઓ દ્વારા કોઇ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. – જીવણભાઇ ભરવાડ, રિક્ષા યુનિયનના આગેવાન
લાયસન્સ વિના વાહન ચલાવતા પરપ્રાંતિયો
શહેરમાં ઘણા વિસ્તારમાં તો પરપ્રાંતિયો રિક્ષાઓની વરધી મારતા હોય છે અને તેઓ દ્વારા મુસાફરો સાથે રીતસરનું ગેરવર્તન કરાતું હોવાનું જાણવા મળ્યુ છે. તેમ છતાં ટ્રાફિક પોલીસ તથા આરટીઓ આવા ચાલકો સામે કોઇ કાર્યવાહી કરતા નથી.

મોટાભાગની રિક્ષાઓમાં મીટર નથી
શહેરમાં 3 હજારથી વધુ રિક્ષાઓ ફરે છે. પરંતુ મોટાભાગની રિઓમાં કિલોમીટર બતાવતા મીટરો હોતા જ નથી અને જો હોય તો તે બંધ હાલતમાં હાય છે. જેથી ચાલકો મુસાફરો પાસેથી પોતાને મનફાવે તેવું ભાડુ વસૂલી લૂટ ચલાવી રહ્યા છે.મુસાફરો મીટરથી બેસવાનું કહે તો પણ તેઓ બેસાડતા નથી કારણે પૂછતા અહિયા તો આવુ ચાલે તેેવું જણાવે છે. તમારે ના બેસવું હોવ તો ના બેસો તેમ કહી દાદાગીરી પણ કરતા હોય છે.

ગોરવા-પંચવટી જવાનું ભાડુ 300 રૂપિયા વસૂલ્યું
હું રાત્રીના 9.30 વાગે ટ્રેનમાંથી ઉતરી રેલવે સ્ટેશનની બહાર નીકળ્યો હતો. ત્યારે એક રિક્ષા ચાલક મારી પાસે આવ્યો હતો. મેં તેને ગોરવા પંચવટી જવાનું કહ્યુ અને કેટલું ભાડુ લેશો ત્યારે ચાલકે 300 રૂપિયા લઇશ તેવું જણાવ્યું હતું. પરંતુ મારી જવાની મજબૂરી હોવાથી મે રિક્ષામાં બેસી ગયો.-ભોગ બનનાર

સ્ટેશન પાસે પોલીસે સપાટો બોલાવ્યો હતો
તાજેતરમાં ટ્રાફિક પોલીસે ખાખી વરદીધારી પોલીસ કર્મચારીઓ હોય તો પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવ્યુ છે. જો પોલીસ અધિકારીઓ પણ હેલ્મેટ પહેર્યું ન હોય તો પણ તેમને બક્ષવામાં આવશે નહી અને દંડ કરવામાં આવશે તેવી પહેલ કરવામા આવી હતી. તો પછી રિક્ષા ચાલકો સામે લગામ કેમ કસવામાં આવતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ ટ્રાફિક પોલીસે સ્ટેશન વિસ્તારમાં ઉભા રહેતા નડતરરૂપ રિક્ષા ચાલકો સામે સપાટો બોલાવ્યો હતો.

રિક્ષામાં મીટર ન હોય તો તેની જવાબદારી આરટીઓની છે
રિક્ષામાં લગાવેલા કિલોમીટરના મશીન હોય કે પછી ચાલકો દ્વારા મુસીફરો પાસેથી વધુ ભાડુ વસૂલવામાં આવતું હોય પરંતુ આ બાબતે ટ્રાફિક પોલીસને કોઇ લેવા નથી. આ બાબતની જવાબદારી આરટીઓની હોય છે.
– જ્યોતિબેન પટેલ, ડીસીપી ટ્રાફિક

Most Popular

To Top