National

ફેસબુક પર ફોટા અપલોડ કર્યા ત્યારે ખબર પડી કે પતિ તો પહેલાથી જ પરણેલો છે: સુરતમાં ઘરવાલી-બહારવાલીનો અનોખો કિસ્સો સામે આવ્યો

સુરત : (Surat) કામરેજમાં (Kamrej) રહેતા યુવકે અમરોલીની (Amroli) યુવતીને કુંવારો હોવાનું કહીને લગ્ન (Marriage ) કરી લીધા હતાં. લગ્નબાદ યુવક મુંબઇમાં (Mumbai) નોકરી (Service) કરવા માટે જતો હતો અને શનિ-રવિમાં જ આવતો હતો. આખરે આ યુવતીએ પોતાના ફોટા સોશીયલ મીડિયા (Social Media) ફેસબુકમાં (Facebook) મુકતા અન્ય એક યુવતી નાના બાળકને (Kid) લઇને આવી હતી અને કહ્યું કે, આ મારો પતિ છે, હવે બીજીવાર ફોટા (Pictures) મુકતી નહીં. ત્યારે યુવકના લગ્ન થઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું. ભોગ બનનાર યુવતીએ કામરેજના યુવકની સામે પોલીસમાં ફરિયાદ (Police Complain) આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  • માતા પિતાએ કાઢી મૂક્યો હોવાનું કહી બીજા લગ્ન કરનાર યુવાન સામે ગુનો નોંધાયો
  • યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરનાર યુવકનું ખોટ સોશીયલ મીડિયા દ્વારા બહાર આવ્યું

પ્રાપ્ત વિગતો મુજબ કોસાડ રોડ ઉપર સહજાનંદ પેલેસમાં રહેતી દિપીકા (નામ બદલ્યુ છે) છ વર્ષ પહેલા કાપોદ્રાની ચોપાટી પાસે બેસવા માટે ગઇ હતી. આ દરમિયાન ત્યાં હાર્દિક ઘનશ્યામભાઇ કાત્રોડિયા પણ બેઠો હતો. બંને વચ્ચે વાત થઇ હતી અને બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી વાતો કરતો હતો. દરમિયાન હાર્દિકે દિપીકાને કહ્યું કે, તેના માતા-પિતાએ વતનથી કાઢી મુક્યો છે અને હાલ મુંબઇમાં હીરાના કારખાનામાં નોકરી કરે છે. દિપીકાએ પોતાના પરિવારને જાણ કરીને લગ્નની સંમતિ આપી હતી. ત્યારબાદ બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. હાર્દિક શનિ-રવિની રજામાં દિપીકા પાસે આવતો હતો અને એક દિવસ સાથે રહેતો હતો. એક મહિના બાદ દિપીકાને તેના પાડોશીએ કહ્યું કે, હાર્દિકના લગ્ન થઇ ગયા છે અને તે કામરેજમાં રહે છે. હાર્દિકને સંતાનમાં એક પુત્ર પણ છે. જો કે દિપીકાને આ વાતનો વિશ્વાસ આવ્યો ન હતો અને એક મહિના બાદ દિપીકાએ હાર્દિક સાથેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા ફેસબુકમાં અપલોડ કર્યા હતા.

આ દરમિયાન હાર્દિકની પત્ની દિપીકાની પાસે આવી હતી અને કહ્યું કે, આ મારો પતિ છે અને અમારે બાળક પણ છે, હવે બીજીવાર કોઇ ફોટા ફેસબુકમાં મુકતી નહીં. આ બાબતે બંને વચ્ચે ઝગડો પણ થયો હતો. આ બાબતે દિપીકાએ હાર્દિકને બોલાવીને જાણ કરી ત્યારે હાર્દિકે કહ્યું કે, આ યુવતી આપણા સંબંધ તોડાવા માંગે છે, તુ એની વાત ઉપર ધ્યાન નહીં આપતી. આ ઝઘડો થયા બાદ હાર્દિકે ઘરે આવવાનું બંધ કરી દીધું હતું. બાદમાં દિપીકાએ પોતાના ભાઇની મદદ લઇને તપાસ કરતા હાર્દિક કામરેજના ગ્રીનવેલી સોસાયટીમાં રહેતો હતો અને તેના માતા-પિતા પણ ત્યાં જ રહેતા હતા. હાર્દિકે દિપીકાની સાથે ખોટું બોલીને લગ્ન કર્યા હોય હાર્દિકની સામે અમરોલી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top