Business

હું મધ્યમ વર્ગમાંથી આવું છું, તેમની તકલીફો સમજું છું: બજેટના દિવસો પહેલા નાણામંત્રી સીતારમણ

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ (Union Budget) પહેલાં નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) રવિવારે કહ્યું હતું કે, તેઓ મધ્યમ વર્ગની (Middle Class) તકલીફોથી વાકેફ છે પણ સાથે-સાથે યાદ કર્યું કે, વર્તમાન સરકારે તેમના પર કોઈ નવો કર લાદ્યો નથી. સરકાર આવકવેરાની મર્યાદા વધારશે અને અન્ય લોકો ઉપરાંત મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપશે તેવી અપેક્ષાઓ વચ્ચે સીતારમણ 1 ફેબ્રુઆરીએ લોકસભામાં 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.આરએસએસ સાથે સંકળાયેલા સાપ્તાહિક પંચજન્ય મેગેઝિન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતી વખતે નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ”હું પણ મધ્યમ વર્ગની છું, તેથી હું મધ્યમ વર્ગની તકલીફોને સમજી શકું છું. હું મારી જાતને મધ્યમ વર્ગ તરીકે ઓળખું છું, તેથી હું જાણું છું.”

100 સ્માર્ટ સિટી બનાવવા જેવાં વિવિધ પગલાં લીધાં
આ સાથે મંત્રીએ શ્રોતાઓને યાદ અપાવ્યું કે, વર્તમાન મોદી સરકારે મધ્યમ વર્ગ પર કોઈ નવો કર લાદ્યો નથી. ઉપરાંત, તેણીએ ઉમેર્યું હતું કે, 5 લાખ રૂપિયા સુધીની આવકને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, સરકારે 27 શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક વિકસાવવા અને જીવનની સરળતાને પ્રોત્સાહન આપવા 100 સ્માર્ટ સિટી બનાવવા જેવાં વિવિધ પગલાં લીધાં છે. મંત્રીએ તેમને ખાતરી આપી કે સરકાર મધ્યમ વર્ગ માટે વધુ કરી શકે છે. કારણ કે, તેની વસ્તી વધી રહી છે અને તે હવે મોટી થઈ ગઈ છે.

મૂડીખર્ચ વધીને રૂ.7.5 લાખ કરોડ થયો છે
તેણીએ કહ્યું, હું તેમની (મધ્યમ વર્ગ) સમસ્યાઓ સારી રીતે સમજું છું. સરકારે તેમના માટે ઘણું કર્યું છે અને કરતી રહેશે. સીતારમણે કહ્યું કે સરકાર 2020 થી દરેક બજેટમાં મૂડી ખર્ચ પરના ખર્ચમાં વધારો કરી રહી છે. તેમણે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષ માટે તેમાં 35 ટકાનો વધારો કરીને 7.5 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે.

Most Popular

To Top