Entertainment

ઓપરેશન AMG: શું છે ? જેની ઉપર બની રહી છે ફિલ્મ વાંચો સંપૂણ અહેવાલ

નવી દિલ્હી : યુક્રેન (Ukraine) અને રશિયા (Russia) વચ્ચે થયેલા યુદ્ધને (War) કારણે આખું વિશ્વ હચમચી ગયું હતું. ભારત (India) જેવા દેશના લોકો ઉપર પણ તેની માઠી અસર વર્તાઈ હતી. યુદ્ધને કારણે ખાસ કરીને વિદ્યાર્થીઓ જેઓ દેશ છોડીને યુક્રેન જેવા દેશમાં અભ્યાસ કરવા માટે ગયા હતા જેઓની હાલત ખુંબ જ કફોડી બની હતી. હવે આવા વાતાવરણની વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિક ઉપર હવે ફિલ્મ બનાવવાની યોજના પણ શરુ થઇ ગઈ છે. એબીના એન્ટટેનમેટ (Abbeyna Ententemate) તરફથી તેના નવા પ્રોજેક્ટ ‘ઓપરેશન એએમજી’નું (AMG) એલાન કરવામાં આવ્યું છે.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા મિશન AMG હાથ ધરાયુ હતું
એબીના એટરટેન્મેન્ટ તેના નવા પ્રજેક્ટ AMGની ઘોષણા કરી દીધી છે અને તેના રિલીઝિંગની તારીખો પણ જાહેર કરી દીધી છે.આ ફિલ્મ દેશ ભરમાં મોટા પરદે દર્શાવવાની યોજના ચાલી રહી છે.ધ્રુવ લઠર દ્વારા ફિલ્મનું નિર્દેશિન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ આગલા વર્ષે ગણતંત્ર દિવસે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં યુદ્ધ દરમ્યાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને દેશમાં પરત લાવવા માટે ચલાવવામાં આવેલા ઓપરેશનના વીશય ઉપર દર્શાવવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ જલ્દીથી શરુ થવાની તૈયારીઓ ચાલી રહી છે.

યુદ્ધ દરમ્યાન ફસયેલા ભારતીયો અને વિદ્યાર્થીઓ માટે અભિયાન શરુ કરાયું હતું
‘ઓપરેશન એમજી’ શુનિલ જોશી અને નીતુ જોશી દ્વારા નિર્દેશન કરવામાં આવશે. ફિલ્મના સહ નિર્દેશનની કમાન સતીશ શેટ્ટીના હાથમાં હશે. ફિલ્મની પટકથા અને વાર્તા સમીર અરોરા અને પ્રેરણા ધારાપ દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મમાં તે બધાજ ઘટના ક્રમો દર્શવવામાં આવ્યા છે જે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમ્યાન બન્યા હતા.આ પરિસ્થિતિ દરમ્યાન ત્યાં ફસાયેલા ભારતીયો ઉપરાંત બીજા લખો લોકોના જીવ દાવ ઉપર લાગ્યા હતા તેની વાર્તા પણ ફિલ્મ કહી જશે.અહીં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓને જે રીતે દેશમાં પરત લાવવા માટે આખું અભિયાન ચલાવવામાં આવ્યું હતું તે પણ મોટા પરદે દર્શાવવામાં આવશે..

યુદ્ધની તસવીરો અને ખડેર બની ગયેલી ઇમારતો પોસ્ટરમાં દર્શાવાઈ
‘ઓપરેશન AMG’ના પોસ્ટરમાં વિમાનો, યુદ્ધની તસવીરો અને ખડેર બની ગયેલી ઇમારતોના ઢાંચાને આપને જોવા મળે છે. આ ઉપરાંત પાછળથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝલક પણ બતાવવામાં આવી છે. પોસ્ટર પર લખ્યું છે કે, ભારત તમને ઘરે પરત લેવા માટે આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 26 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે.

Most Popular

To Top