SURAT

સુરતમાં ચાલતા સ્પા અને મસાજ પાર્લરો માટે પોલીસે કમિશનરે જાહેર કર્યા આ નિયમો

સુરત: (Surat) સુરતમાં ચાલતા સ્પા (Spa) અને મસાજ પાર્લર (Massage Parlour) માટે પોલીસે નિયમો વધુ કડક બનાવ્યા છે. સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું (Declaration) બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સ્પા-મસાજ પાર્લરના સંચાલકો માટે જરૂરી નિયમો જણાવવામાં આવ્યા છે. જે અંતર્ગત પાર્લર સંચાલકો અને કામ કરતા કર્મચારીઓની સંર્પૂણ વિગત જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. નિયમનો ભંગ કરવા પર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

શહેરમાં મસાજ પાર્લરના નામે ગોરખધંધા ચલાવાતા હોવાનું ઘણી વાર પ્રકાશમાં આવ્યું છે. જેને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સ્પા-મસાજ પાર્લેરના સંચાલકોએ કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિતની સંપૂર્ણ વિગત હવે પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામામાં સ્પા-મસાજ પાર્લરનું નામ, તેના માલિક અને સંચાલકનું નામનું સરનામા સહિતની સંપૂર્ણ વિગત જણાવવાની રહેશે. ઉપરાંત સ્પામાં કામ કરતા તમામ કર્મચારીઓનું હાલનું સરનામું, મૂળ વતનનું સરનામું, ફોન નંબર, સંપૂર્ણ ફોટા સાથેની વિગત જણાવવાની રહેશે. એટલું જ નહીં જો સ્પામાં કામ કરતા લોકો વિદેશી હોય તો તેમના પાસપોર્ટ તથા વિઝાની નકલ પણ અન્ય તમામ માહિતી સાથે જણાવવાની રહેશે. એટલું જ નહીં વ્યક્તિ ક્યાં વિઝા પર ભારત આવ્યા છે તે પણ જણાવવાનું રહેશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલું જાહેરનામું 30-3-2023 સુધી અમલી રહેશે અને જાહેરનામાનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં સંચાલકો દ્વારા પોતાની અને કર્મચારીઓની જે માહિતી આપવામાં આવે તેમાં પોલીસ સ્ટેશનના સહી સિક્કાવાળી કોપી તેઓએ સાચવીને રાખવાની રહેશે. 

Most Popular

To Top