Trending

PM મોદી અબુ ધાબી પહોંચ્યા, ગાર્ડ ઓફ ઓનર અપાયું, કહ્યું- ભારત UAE વચ્ચે દરેક ક્ષેત્રમાં ભાગીદારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) UAE સ્થિત પ્રથમ હિન્દુ મંદિરના (Temple) અભિષેક સમારોહમાં ભાગ લેવા માટે અબુ ધાબી (Abu Dhabi) પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પીએમ મોદીને ગળે લગાવ્યા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને ગળે મળ્યા હતા. પીએમ મોદીના આગમન પર તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મધ્ય પૂર્વમાં પરંપરાગત હિંદુ સ્થાપત્ય શૈલીમાં પથ્થરથી બનેલું આ પ્રથમ મંદિર બનવા જઈ રહ્યું છે જેનું નિર્માણ BAPS સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. 14મી ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવશે. PM મોદી ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે 2015 પછી પીએમ મોદીની યુએઈની આ સાતમી મુલાકાત છે. છેલ્લા આઠ મહિનામાં તેમની યુએઈની આ ત્રીજી મુલાકાત હશે.

રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત અને યુએઈ વચ્ચે દરેક ક્ષેત્રમાં સંયુક્ત ભાગીદારી છે. અમે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના છીએ. સંબંધોના નવા યુગની શરૂઆત થઈ રહી છે. હું તમને સમય ફાળવવા અને ‘વાઇબ્રન્ટ ગુજરાત’ સમિટમાં આવવા આમંત્રણ આપું છું. PM મોદી 14 ફેબ્રુઆરીએ અહીં બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન કરશે.

આજે અબુ ધાબીમાં હિંદુ પ્રવાસીઓને સંબોધતા પહેલા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી હતી. તેમણે કહ્યું, ‘અમને અમારા વિદેશી ભારતીયો અને વિશ્વ સાથે ભારતના જોડાણને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસો પર ખૂબ ગર્વ છે. આજે સાંજે, હું અહલાન મોદી કાર્યક્રમમાં UAEમાં ભારતીયોને મળવા માટે ઉત્સુક છું. આ યાદગાર ક્ષણમાં જોડાવા માટે ખાતરી કરો. તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન પહેલા સોશિયલ મીડિયા પર BAPS હિન્દુ મંદિરની એક ઝલક રજૂ કરવામાં આવી છે.

Most Popular

To Top