Comments

ટી.વી. સમાચારની ચર્ચાથી ધરાઇ ગયા છો?

ટી.વી. પરના વાદવિવાદ જોતાં સમજણ ઓછી પડે અને ક્રોધ જ વધે એવું માનનારા લોકોમાં તમે છો? તમારો જવાબ હા માં હોય તો તમે એવા ગણનાપાત્ર દર્શકો સાથે જોડાવ છો જેઓ માને છે કે આપણા તમામ માટે મહત્ત્વના મુદ્દાને સમજવા માટે ટી.વી. સામે બેસવા કરતાં અખબાર વાંચવાનું વધુ સારું છે. પહેલી વાત તો એ છે કે સામાન્યત: ભારતીય ટી.વી.ની સમાચાર ચેનલો, ખાસ કરીને અંગ્રેજી ચેનલો કયાંય નહીં જવાની સ્પર્ધામાં હોય છે. તેઓ માહિતીના આ યુગમાં દર્શકોને માહિતી હોવાની લાગણીમાં મૂકી દે છે. ‘એકસકલુઝિવ ન્યૂઝ બ્રેકીંગની સ્પર્ધા અનંત દલીલો અને ધર્ણાત્મક વાતોથી ભારતીય સમાચારની ચેનલો ઘણી વાર દેશ અને દુનિયામાં બની રહેલા કોઇ મોટા સમાચારનો સંપૂર્ણ ખ્યાલ આપવા માટે નિષ્ફળ જાય છે.

કલાકો સુધી ટી.વી. જોયા પછી પણ તમે થોડા સમાચારથી આગળ વધી શકતા નથી અને સમાચાર ચેનલોને આ સમાચાર મહત્ત્વના લાગે છે કારણ કે તે વધુ આક્રોશ પેદા કરવા માટે વિવાદ યા આઘાત મૂલ્યના સમાચાર છે. ગમે તેમ પણ કેટલીક મોટા ભાગની ચેનલોને આખા દિવસના કામને અંતે ઘરે પાછા ફરેલા અને દિવસના ચાવીરૂપ સમાચાર મેળવવા માટે ટી.વી. સમક્ષ વીસ મિનિટ પસાર કરવા માંગતો સમાચાર ઉપભોકતા છે. તે જ રીતે ટી.વી. સમાચાર જોઇ વર્તમાન પ્રવાહો વિશેનું પોતાનું જ્ઞાન વધારવા માંગતા વિદ્યાર્થી માટે પણ કોઇ સ્થાન નથી. અમે અંગ્રેજી ટી.વી. ચેનલોમાં પ્રાઇમ ટાઇમ સ્લોટ પણ ‘એકસ્કલ્યુઝિવ’ સમાચાર માટે પોતાની પીઠ થાબડવાથી અને કહેવાતા સમાચાર પ્રસંગો કે મુદ્દાઓ વિશે ઉગ્ર ચર્ચા કરવાથી કે ધૂંઆપૂંઆ થવાથી આગળ નથી જતા.

કેટલાંક લોકો દલીલ કરશે કે ગુણવત્તામાં ધરખમ ઘટાડો થવાથી ભારતમાં સમાચારમાં પણ પતન થયું છે. પણ મને લાગે છે કે ભારતની સમાચાર ચેનલો ‘નાયક વિ. ખલનાયક’ ફોર્મ્યુલા અપનાવે છે અને પ્રેક્ષકોને ભાગે કોઇના માટે હર્ષનાદ કરવાનું કે કોઇની ઠેકડી ઉડાવવાનું રાજકીય ઝોકને આધારે આવે. સમયસર સમાચાર આપવાની ટેકનોલોજીમાં ખાસ્સો સુધારો થયો છે. આધુનિક સાધનો અને ઉપગ્રહ આખા વિશ્વને તમારા ઘરમાં લાવે છે પણ આમ છતાં આવી ઘટનાઓ માટેના કારણ સમજાવી શકતા નથી. કોઇક દલીલ કરશે કે 2012-13 થી સમાચારની ઉગ્ર ચર્ચા પ્રમાણમાં શાંત, હકીકત સંચાલિત અને સર્વગ્રાહી હતી. તે વખતે ભાગ લેનારાઓ ચારથી વધુ ન હતા. સામસામે વાત કાપવાનું અરે ઘાંટા પાડવાનું નહીંવત્‌ હતું. ભાગ લેનારાઓ પ્રખર અને નિષ્ણાત હતા અને સમતોલ થવાનો પ્રયત્ન હતો. તે ઉત્તેજક હતી અને મનોરંજક નહીં.

ભારતીય સમાચાર ચેનલો પક્ષપાતી છે એવી દલીલ થઈ શકે. દિલ્હીમાં સ્થાયી સમાચાર સંસ્થાઓ સત્તા પર કોણ છે તે જોયા બાદ કેન્દ્ર સરકારને વફાદાર રહેશે અને રાજય આધારિત સમાચાર સંસ્થાઓ પોતાના રાજયની સરકારને વફાદાર રહેશે. કેટલાંક લોકો કહેશે કે ફેર એટલો છે કે સમાચાર ચેનલો સૌમ્ય હતી. આજે નાના ટપાલ ટિકીટના કદના બાકોરામાંથી લગભગ દસેક ચર્ચા કરનારાઓ હોય છે અને તે આ પક્ષના પ્રવકતા  હોય છે અને સોશ્યલ મીડિયાના લોકો પણ હોય છે, જેઓ ઘોંઘાટ કરીને સામસામે વાતો કરે છે અને ન્યૂઝ એંકર પણ આવી ઘોંઘાટિયા વાતચીતને ઉત્તેજન આપતા હોય છે. ચર્ચાનો વિષય પણ ઘણી વાર અસંબધ્ધ હોય છે.

ચર્ચા મોટે ભાગે સોશ્યલ મીડિયાની અફવા પર આધારિત હોય છે, જેનો ઘણી વાર કોઇ જવાબ નથી હોતો. જુઠ્ઠાણાં માટે ભાગ્યે જ કોઇ માફી માંગતું હોય છે કે કોઇ ખુલાસો કરતું હોય છે. અલબત્ત ઘણા ટી.વી. પત્રકારો કહે છે કે દર્શકોને છેતરવામાં નથી કે ગેરમાર્ગે દોરવામાં આવતા નથી. તેમને ખબર જ છે કે તેમને શું મળે છે અને તેઓ તેની મજા પણ માણે છે, કારણ કે તેમાં તેમની પારકી પંચાતની વૃત્તિ સંતોષાતી હોય છે. આ બધામાં સોશ્યલ મીડિયાની ભૂમિકા કેટલી? ટી.વી.ના રેટિંગમાં તેઓ કયા સ્થાને છે? ટી.વી. ચેનલોનું પક્ષપાતીપણું પહેલાં પણ હતું અને આજે પણ છે, પણ હવે એકપક્ષી થઇ ગયું છે અને તે દેખાય છે. રાજકીય પક્ષોના ટેકેદારો પણ આ વાતથી અકળાઇ ઊઠયા છે ત્યારે પ્રશ્ન એ નથી કે પ્રેક્ષકો આ બધું છોડી દેશે, પણ સવાલ એ છે કે તટસ્થ સમાચાર ડિજિટલ માધ્યમ કોણ પૂરું પાડશે? સમાચાર કાર્યક્રમોનો વ્યવહારુ વિકલ્પ કયાં છે?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top