Surat Main

સુરત કોરોના સંક્રમણ : તારીખ 20 અને 21 સુરતની કાપડ માર્કેટ સંપૂર્ણ બંધ : SMC

સુરત શહેરમાં હાલ કોરોના સંક્રમણ (CORONA INFACTION)વધવાને લઇ તંત્ર સતત પ્રયત્નરત દેખાઈ રહ્યું છે. ત્યારે છેલ્લા 2 દિવસથી ચાલતા મીટિંગોના દોર વચ્ચે શુક્રવારે ટેક્સટાઇલ સીટી ગણાતા સુરત શહેરના માર્કેટમાં કોરોના સંક્રમણને લઇ મહત્વના સમાચાર મળી રહ્યા છે. જેમાં સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં સંક્રમણ ફેલાતું રોકવા ફોસ્ટા (FEDERATION OF SURAT TEXTILE TRADERS ASSO) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને તારીખ 20 અને 21 સુરતની કાપડ માર્કેટ સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જે તમામ માર્કેટોમાં લાગુ પાડવા સાથે એનાઉન્સમેન્ટ કરવાની પણ તાકીદ કરવામાં આવી છે.

ફેડરેશન ઓફ સુરત ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા લેખિતમાં એક સૂચના પત્ર બાહર પાડવામાં આવ્યો છે. જેમાં કાપડ માર્કેટ માટે અતિ આવશ્યક સૂચના વિષય અન્વયે દર્શાવવામાં આવ્યું છે કે આપશ્રીને સૂચિત કરવામાં આવે છે કે કોરોનની વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ સુરત મહાનગર પાલિકાના આદેશ અનુસાર સુરત માર્કેટ વિસ્તારમાં આવેલ તમામ કપડાં માર્કેટ તારીખ 20/3/2021 શનિવાર અને તારીખ 21/3/2021 રવિવાર માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવે છે. અને આ સૂચના આપણી માર્કેટમાં દિવસ દરમિયાન 3-4 વખત એનાઉન્સ કરવામાં આવે..

અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજ્યોથી આવનારાઓને સાત દિવસ સુધી ક્વોરન્ટાઇન (QUARANTINE) રાખવાની જાહેરાત કરાતાં વેપારીઓ પરેશાન થઇ ગયા છે. વેપારીઓએ આ નિર્ણયમાં ફેરબદલ કરવા માટે ગુરુવારે મનપા કમિશનર (MUNICIPAL COMMISSIONER) સાથે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં તમામ વેપારી સંગઠનોના અગ્રણી વેપારીઓની મીટિંગ રાખવામાં આવી હતી.

સુરત મર્કન્ટાઇલ એસોસિએયેશન(SURAT MERCANTILE ASSO)ના પ્રમુખ નરેન્દ્ર સાબુએ જણાવ્યું હતું કે, મીટિંગમાં વેપારીઓએ મનપા કમિશનર સમક્ષ સાત દિવસ સુધી ક્વોરન્ટાઇન કરવાના નિર્ણયમાં થોડી છૂટછાટ આપવાની માંગ કરી હતી. જો કે, મનપા કમિશનરે હાલ કોરોનાના કેસો સતત મોટી સંખ્યામાં વધી રહ્યા હોવાથી છૂટછાટ આપવાનો ઇન્કાર કર્યો હતો. જો કે, મનપા કમિશનરે વેપારીઓને વધુ એક કાયદાનું પાલન કરવા માટે રોકડું પરખાવી દીધું હતું. તેમણે કહ્યું કે, કોરોના પર અંકુશ માટે તમામ લોકોને મનપાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. તેમણે જણાવ્યું હતું કે, માર્કેટ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે. તેથી તમામ લોકોએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવુ જોઇએ. જો કોઇ દુકાનમાં લોકો માસ્ક વગર દેખાશે તો દુકાન સીલ કરવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top