Gujarat

રાજ્યના 17 IPS અધિકારીની બદલી, પિયુષ પટેલ બન્યા સુરતના નવા રેન્જ આઈજી

ગાંધીનગર: ગુજરાત(Gujarat) વિધાનસભા(Assembly)ની ચુંટણી(Election) પહેલા બદલીઓનો દોર યથાવત રહ્યો છે. હવે રાજ્યનાં 17 IPS અધિકારીઓની બદલી(Transfer) કરવામાં આવી છે. જેમાં સુરતનાં નવા નવા રેન્જ આઈજી તરીકે પિયુષ પટેલને મુકવામાં આવ્યા છે. આ અગાઉ 23 IAS અધિકારીઓની પણ બદલી કરવામાં આવી હતી. જો કે બદલીનાં કારણે ચુંટણી પંચ નારાજ પણ થયું હતું. ગુજરાત વિધાનસભા ચુંટણીની તારીખો દિવાળી પછી જાહેર થઇ શકે છે. રાજકીય પાર્ટીઓ પણ ચુંટણીને લઇને એક્ટીવ થઇ ગઈ છે. ગુજરાતમાં ચુંટણીને લઈને રાજ્ય સરકાર(Government) અને ગૃહ વિભાગે બદલી(Transfer)નો ગંજીપો ચીપ્યો છે. જો કે હવે રાજ્યનાં 17 આઈપીએસની બદલી કરી દીધી છે.

આ 17 IPS અધિકારીઓની બદલી

  • ખુરશીદ અહેમદની ગાંધીનગરમાં એડીજીપી પ્લાનિંગ-મોડર્નાઈઝેશનમાં બદલી
  • રાજકુમાર પાંડિયન બન્યાં રેલવેમાં ડે.જનરલ ઓફ પોલીસ
  • અજય ચૌધરીની જેસીપી સ્પેશિયલ બ્રાંચમાં બદલી
  • ગૌતમ પરમાર બન્યાં આઈજીપી ભાવનગર રેંજ
  • પિયુષ પટેલને સુરત આઈજીપી રેંજ બનાવાયા
  • મયંકસિંહ ચાવડાને આજીપી જૂનાગઢ રેંજ બનાવાયા
  • સંદીપસિંહની બદલી વડોદરા રેંજ આઈજીપી તરીકે
  • ચિરાગ કોરડીયા ડીઆઈજીપી ગોધરા રેંજ બનાવાયા
  • ડીએચ પરમાર જેસીપી ટ્રાફિક સુરત
  • નિરજ બડગુજર અમદાવાદ સેક્ટર-1 એડિ.કમિશનર
  • અશોક યાદવને રાજકોટ રેંજ આઈજી બનાવાયા
  • એમ.એસ.ભરાડા એડિ.પોલીસ કમિશનર સેક્ટર 2 અમદાવાદ
  • મનોજ નિનામાને વડોદરાના એડિ.પોલીસ કમિશનર
  • એજી ચૌહાણ એડિ.કમિશનર ટ્રાફિક પોલીસ સુરત
  • સૌરભ તોલંબિયા એડિ.કમિશનર ટ્રાફિક-ક્રાઈમ રાજકોટ
  • આર.વી. અસારીને ડીઆઈજી ઈન્ટેલિજન્સ-2 ગાંધીનગર
  • કે.એન.ડામોરને એડિ.કમિશનર સુરત સેક્ટર-2

ગુજરાતમાં થઇ આટલી બદલીઓ
ગુજરાતમાં ચુંટણી પહેલા જ અનેક અધિકારોની બદલી કરવામાં આવી રહી છે. જેમાં હાલમાં જ 76 DYSPની બદલી કરાઈ હતી. આ ઉપરાંત 24 મામલતદાર કક્ષાના અધિકારીઓ ઉપરાંત 7 ડેપ્યુટી કલેકટરની પણ બદલીના મહેસુલ વિભાગે આદેશ આપી દીધા છે. તદુપરાંત 42 ડે.કલેક્ટરની બદલી અને 26 મામલતદારોને બઢતી અપાઇ હતી. આ સિવાય ગુજરાતમાં ચૂંટણી અગાઉ 23 IAS અધિકારીઓની પણ તાજેતરમાં જ બદલી કરવામાં આવી છે. આ બધા બાદ હવે રાજ્યના 24 જેટલા DEO – DPEOની બદલી કરાઇ છે. જેમાં અમદાવાદને દોઢ વર્ષ બાદ નવા DEO મળ્યાં છે. અમદાવાદમાં દોઢ વર્ષ બાદ નવા DEO તરીકે રોહિત ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના DEO રાકેશ વ્યાસની વડોદરામાં બદલી કરવામાં આવી છે.

બદલીથી ચુંટણી પંચ થયું હતું નારાજ
સરકારે કરેલી બદલીનાં કારણે ચુંટણી પંચ(Election Commission) નારાજ થયું છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડા પાસે અધિકારીઓની બદલીઓ અને પોસ્ટીંગ અંગેનો રીપોર્ટ માંગીને નોટીસ(Notice) આપી છે.

Most Popular

To Top