National

પ્રેમ લગ્ન માટે નાં પાડતા પુત્રએ પિતાને ઉતાર્યા મોતને ઘાટ પછી જે થયું તેની કલ્પના ન કરી હોય…

બાગપતઃ દેશમાં હિંસા અને હત્યાની ઘટનાઓના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે, હત્યાના ગુનાઓમાં ઘણીવાર પોલીસ એવા ચોંકાવનારા ખુલાસા કરે છે જેના પર વિશ્વાસ કરવું મુશ્કેલ બની જાય છે આવો જ એક કિસ્સો સામે આવતા યુપીના બાગપતમાં ચકચાર મચી ગયો હતો. બાગપતના શાબકા ગામના રહેવાસી સુદેશપાલની પત્નીએ છપૌલી પોલીસ સ્ટેશનમાં તેના પતિ સુદેશપાલના ગુમ થવાની માહિતી આપી હતી. જ્યારે પોલીસે કેસ નોંધ્યો અને સુદેશપાલની શોધ કરી ત્યારે 18 ઓક્ટોબરે શેરડીના ખેતરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ કરતા જણાયું કે મૃતકનો પુત્ર જ આરોપી છે.

હત્યા પછી લાશને ખેતરમાં સંતાડી
પોલીસે તપાસ શરૂ કરતાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલ આરોપી બીજું કોઈ નહીં પણ સુદેશપાલનો મોટો પુત્ર ગૌરવ હતો. પોલીસે ગૌરવની પૂછપરછ કરતાં હત્યાનું રહસ્ય પણ ખુલ્યું હતું, ગૌરવે જ તેના પિતાની હત્યાને અંજામ આપ્યો હતો. યુવકે પ્રેમ પ્રકરણમાં પોતાના પિતાની હત્યા કરી હતી, કારણકે પિતાએ પુત્રને પ્રેમિકા સાથે લગ્ન કરવાની મનાઈ કરી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ પુત્રએ લાકડી લઈને પિતા પર હુમલો કર્યો હતો. હુમલામાં પિતા સુદેશપાલનું મોત થયું હતું. આ પછી પુત્રએ પિતાની લાશને કોથળામાં ભરીને શેરડીના ખેતરમાં સંતાડી દીધી હતી.

પ્રિયતમા સાથે લગ્નની મનાઈ કરતા કરી પિતાની હત્યા
મળતી માહિતી અનુસાર 16 ઓક્ટોબરે ગૌરવ પોતાનું પેપર આપીને ઘરે આવ્યો હતો. આ સમયે તેની પ્રેમિકા પણ તેની સાથે હતી. જ્યારે ગૌરવે તેના પિતાને પ્રેમિકા સાથે લગ્નની વાત કરી તો પિતાએ લગ્ન કરવાની ના પાડી દીધી. ત્યારબાદ, જ્યારે તેના પિતા સવારે ચાલવા જવા લાગ્યા ત્યારે બંને વચ્ચે લગ્નની વાતને લઈને ઝઘડો થયો હતો. આ પછી ગૌરવે લાકડી લઈને પિતાના માથા પર હુમલો કર્યો હતો, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હત્યાની કોઈને જાણ ન થાય તે માટે તેણે પિતાની લાશને કોથળામાં ભરી શેરડીના ખેતરમાં મૂકી દીધી હતી. ગામલોકોએ જણાવ્યું કે પરિવારમાં અન્ય પણ સમસ્યાઓ હતી, જેના કારણે તેઓ નાખુશ હતા. આ સાથે પુત્રની અન્ય સમાજની છોકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા તેમને ચિંતિત કરતી હતી.

Most Popular

To Top