Comments

કાશ્મીરી પંડિતોની યાતના: બધાનું મેળાપીપણું

1990 નો જાન્યુઆરી મહિનો. કટ્ટરપંથી ઇસ્લામવાદીઓના એક ટોળાએ એક લાખ કાશ્મીરી હિંદુઓને ધર્મપરિવર્તન કરો યા અહીંથી ટળો યા મરો’ના સૂત્ર હેઠળ કાશ્મીરમાંથી ખદેડી મૂકયા. બત્રીસ વર્ષ પછી આ હિંદુઓની, ખાસ કરીને કાશ્મીરી પંડિતોની હાલત બાબતમાં એક ફિલ્મ બની છે. ‘કાશ્મીર ફાઇલ્સ’. તેણે આ જ કારણથી આ ફિલ્મે સમગ્ર દેશમાં અને વિદેશમાં આટલો ‘વિવાદ’ સજર્યો છે. આપણે જાણીએ છીએ કે કટ્ટરપંથી ઇસ્લામવાદી ત્રાસવાદી સંબંધી કોઇ પણ સામગ્રી વિશે તેના ટેકેદારો અને ‘ભારતમાં બિનસાંપ્રદાયિકતા જોખમમાં છે’ એવું માનનારા તમામ લોકો ટીકા કરશે તે આપણે જાણીએ છીએ. એક ફિલ્મ તરીકે ‘કાશ્મીર ફાઇલ્સ’નું મૂલ્યાંકન શ્રેષ્ઠ ફિલ્મ તરીકે થયું છે અને ઘણાં લોકો તેને જોવાની ભલામણ કરે છે. આ ફિલ્મ તે ભયાનક સમયગાળાના કોઇ પણ પાસાને ઢાંકતો નથી તે તેને અલગ બનાવે છે.

આ ફિલ્મ ‘હિંદુઓ સારા છે’ અને ‘મુસ્લિમો ખરાબ છે’ એવી વાત નથી કરતું. જમ્મુ અને કાશ્મીરમાં તમામ કોમોની યાતનાઓ પર પ્રકાશ ફેંકી સમતુલા જાળવવાને બદલે આ ફિલ્મ હિંદુઓને જ શું સહેવું પડયું તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ફિલ્મ સરસ બની છે. કારણ કે તે અનિષ્ટો અને તેના કરવૈયાઓનાં તમામ પાસાંઓને આવરી લે છે. ‘ધર્મ પરિવર્તન કરો યા ટળો યા મરો’ એવું હિંદુઓને કહેનારા ધર્મપ્રવર્તકોને તે બરાબર આવરી લે છે. આ સંદેશો કાશ્મીરની મસ્જિદોમાંથી લાઉડ સ્પીકરો દ્વારા વહેતો કરાયો હતો. આવી ફિલ્મ આપણને ઇતિહાસ અને કાશ્મીરી પંડિતની પજવણીની વાસ્તવિકતા જાણાવે છે અને ભારત પર ઝળુંબી રહેલા નવા ભય બાબતમાં જાગૃત કરે છે. હકીકત એ છે કે હજારો હિંદુઓએ કાશ્મીરમાં પોતાનાં ઘર છોડયાં અને ભારતમાં અન્ય ભાગોમાં જઇ વિખેરાયાં. કુલ કેટલાં માણસો માર્યા ગયાં તેની સંખ્યા જુદાં જુદાં જૂથો પ્રમાણે અલગ પડે છે, પણ કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ કહે છે કે 1999 થી 2011 સુધીમાં 399 લોકો માર્યા ગયા હતા તેમાંથી સાત ટકા તો પહેલા જ વર્ષમાં ત્યાર પછી સરવાળો 655 પર પહોંચ્યો છે. અન્ય અંદાજો 700 થી 1300 થી વધુ સુધી પહોંચે છે. 3000-4000 લોકોને મારી નાંખવામાં આવ્યા હોઇ શકે એવું કહેનારા લોકો પણ છે.

અત્યાર સુધી કોઇ સરકાર પોતાના જ વતનમાં નિરાશ્રિત બનાવાયેલા અને 30 વર્ષ સુધી પોતાના ઘરમાં પાછા નહીં ફરવા દેવાયેલા કાશ્મીરી હિંદુઓનું રક્ષણ કરી શકી નથી કે તેમની કાળજી લઇ શકી નથી. આ ફિલ્મના વિરોધીઓ કહે છે કે આ ફિલ્મ કોઇ ઐતિહાસિક સંદર્ભ પૂરો નથી પાડતી અને તેમાં એ હકીકતોનો ઇન્કાર કરવામાં આવે છે કે સેંકડો મુસલમાનોને પણ ત્રાસવાદીઓએ મારી નાંખ્યા હતા તે હકીકતનો ઇન્કાર કરવામાં આવ્યો છે. તેઓ એવું પણ કહે છે કે બંધારણની કલમ 370 (મોદી સરકારે 2019 માં કર્યું તેમ) વહેલી રદ કરાઇ હોત તો હિજરત અને હત્યાકાંડ નહીં બન્યાં હોત. આથી આ ફિલ્મ ભારતીય જનતા પક્ષના દૃષ્ટિબિંદુને ટેકો આપે છે.

બીજી તરફ ફિલ્મના પ્રશંસકો કહે છે કે ભારતમાં દરેકને ખબર છે કે ત્રાસવાદના મામલે પાકિસ્તાને આમાં ભૂમિકા ભજવી હતી અને તેની જાસૂસી સંસ્થા પણ આ મામલે સક્રિય હતી તે ભારતમાં દરેક જણ જાણે છે છતાં આ ફિલ્મ આ બાબતના કર્તાઓ અને સગવડકર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આથી જ કેટલાક લોકો આ ફિલ્મને કારણે અને તેમાં બતાવેલ હકીકતોના ધરાર ઇન્કારથી અજંપ બની ગયા છે. ઇન્કાર કરનારાઓમાં આજના ઘણા રાજકીય પક્ષો છે. આખરે તો ‘કાશ્મીર ફાઇલ્સ’ નાઝી જર્મનોના શાસનમાં યહૂદીઓની સતામણીની વાત કરનાર ‘શિન્ડલર્સ લિસ્ટ’ની ભારતીય આવૃત્તિ સમાન ગણાય. ભારતના રાજકારણમાં અને કાશ્મીરમાં રસ ધરાવનાર માટે નહીં પણ આધુનિક વિશ્વ પર દબાણ કરતા પ્રશ્નો માટે ચિંતા ધરાવનાર ‘હર કોઇ માટે અવશ્યરૂપે જોવા જેવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો હોઇ શકે કે ખાસ કરીને ભારતીય જનતા પક્ષના રાજકીય વિરોધી તેમજ ઉદારમતવાદીઓ તેમજ બૌધ્ધિકોએ વિસ્થાપિત સમુદાયની યાતના છૂપાવી હોઇ શકે પણ સત્ય ઘણું જટિલ છે. સમગ્ર રાજકીય પક્ષ કાશ્મીરી પંડિતોની યાતનામાં મેળાપીપણું ધરાવતો હતો એ હકીકતમાં કોઇ શંકા નથી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top