Charchapatra

અખંડ ભારતની કલ્પના મોદી વડે જ પાર પડશે

આઝાદી મળ્યા પછી ભારતના ભાગલા પડયા. ભારતના અમૂક બુધ્ધિજીવી લોકો અને અંદરખાને હિંદુઓના વિરોધી નેતાઓએ ભારતના ભાગલા મંજુર રાખ્યા. ત્યારથી ભારતના રાષ્ટ્રવાદી યુવાનો ‘અખંડ ભારત’ જોવા માટે ઉત્સુક બન્યા અને પ્રયત્નશીલ રહ્યા, પરંતુ ભારત દેશનું સુકાન અંદરખાને ભારત વિરોધી લોકોનાં હાથમાં રહ્યું કે 70 વર્ષ થયાં પરંતુ અખંડ ભારત તરફ ડગલાં ન ભરાયા. આ 70 વર્ષની પરિસ્થિતિ જોતા પાકિસ્તાન તૂટતું ગયું અને આજે તો એકદમ ભાંગી પડયું છે. લશ્કરના જેના હાથમાં પાકિસ્તાનનો ડોર છે તે પણ નિરાશા અનુભવી રહ્યો છે. પાકિસ્તાનના મુસલમાનો પણ વારંવાર બદલાતી સરકાર અને સરકારની ગેરવ્યવસ્થાથી તંગ આવી ગયા છે. આજે મુસલમાન મૌલવીઓ જ ભારતને મહાન ગણે છે. શ્રીલંકાની પરિસ્થિતિ બગડી છે. ત્યાના સિંહાલી લોકો પણ સરકારથી તંગ આવી ગયાં છે અને બળવો પોકારે છે.

ભારતના ભાગલા નહોતા અને બ્રિટિશ સરકારના હાથમાં ભારત હતું, ત્યારે શ્રીલંકા ભારત સાથે જોડાયેલુ જ હતું. બન્ને વચ્ચે વ્યાપાર પણ ચાલતો હતો, પરંતુ ભારતના જ ગણ્યાગાંઠયા લોકોએ શ્રીલંકાને ભારતથી જુદું પાડયું હતું. આજે હવે પરિસ્થિતિ જોતાં લાગે છે આવનારા ભવિષ્યમાં ભારત સાથે એક બને! ભારતના યોગીઓ અને ભારતના નામી જયોતિષીઓએ ભવિષ્ય ભાગલા પડયા ત્યારે જ ભાખ્યું હતું કે એક વ્યકિત એવો આવશે જે બધાંનું અખંડ ભારતનું સ્વપ્નું સિધ્ધ કરશે.

આજની પરિસ્થિતિ તથા હાલની સરકારના દેશમાં કરાતા વિકાસના કાર્યો જોતાં લાગે છે કે નજીકના ભવિષ્યમાં ભારત અખંડ ભારત તરીકે ઓળખાશે. હજી ભાજપ સરકાર પાસે બીજાં 5 વર્ષો છે, જે ભારતના બુધ્ધિજીવો લોકો અને જયોતિષે ભાખ્યું છે કે આવનારી ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થશે. લખનારે તો 2014માં જ નરેન્દ્ર મોદીને વ્યકિતગત પત્ર દ્વારા જણાવ્યું હતું કે ભાજપ સરકાર 3 ટર્મ પસાર કરશે!
પોંડીચેરી          – ડો. કે.ટી. સોની – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top