Charchapatra

કુદરતી કોઈ પણ આફત આટલી નિયમિત આગળથી જાણ કરીને આવતી નથી

આપણે 23 માર્ચ, 2020થી જોઈ રહ્યા છે કે આજે 27 મહિના પછી પણ આપણે કોઈ જંપવા દેતું નથી. જરા આપણા કામ, વેપાર, નોકરીઓ ગતિ પકડે કે તરત જ કોરોના ગમે ત્યાંથી આવી જાય છે. જરા આપણી શાળા – કોલેજો ખુલે કે કોરોના આવી જાય છે. કોરોનાનો વેપાર રોજગાર સાથે કઈ વેર છે એ ઝટ સમજાતું નથી. આપણે 2 વરસથી બધા તહેવારો મન મારીને ઊજવતા નથી. હવે રથયાત્રાથી આપના તહેવારોની શરૂઆત થશે.

તે ઠેઠ દિવાળી – દેવદિવાળી સુધી ચાલશે. કોરોના હોય તો આપણે ચોક્કસ કાળજી લેવી જ જોઈએ. સલામતીના આગોતરા પગલાં ભરવા જ જોઈએ એની ના નહીં પણ કોઈ પણ કુદરતી બીમારી કે આફત આટલી નિયમિત રીતે કોઈ દિવસ આવતી જ નથી. કુદરત રૂઠે તો 2 – 5 કાચી સેકન્ડમાં જ બધુ ફના – ફાતિયા કરી શકે છે. બધુ ઉપર નીચે કરી શકે છે પણ કુદરતને આપના શિક્ષણ અને વેપાર રોજગાર સામે કોઇ વાંધો છે જ નહીં તો પછી વાંધો કોને છે? કોને આપના વેપાર શિક્ષણ સાથે વેરઝેર છે? કોણ એમ ચાહે છે કે આપણે નોકરી પર જઈએ નહી? કોણ એમ ચાહે છે કે આપણે કામ વેપાર રોજગાર પર જઈએ નહી?

કોણ એમ ચાહે છે કે આપની શાળા – કોલેજો બંધ જ રહે? કોણ એમ ચાહે છે કે શિક્ષણકાર્ય બરાબર ચાલે જ નહી? કોણ આપણે ડરાવી રહ્યું છે? કોણ આપણે બીવડાવી રહ્યું છે? કોણ એમ ચાહે છે કે આપણે ડરી ડરીને જીવીએ? કોણ એમ ચાહે છે કે આપણે મરી મરીને જીવીએ? કોને રસ છે આવો માહોલ ઊભો કરવામાં? કોણ આપણે ચેન લેવા દેતું નથી? આપણો શાંતિનો શ્વાસ કોને ખૂંચે છે? કોઈ કહે છે કે આમાં ચિંતા કરવા જેવું નથી. કોઈ કહે છે આમાં ચિંતા કરવી જોઈએ. શું કરવું જોઈએ સાલું ઝટ સમજાતું નથી. આજે આપણે આટલા સમય પછી પણ કોરોનાની દવા કે સીરપ કેમ શોધી શક્યા નથી? શું આપણે આ વખતે આપણા તહેવારો રંગેચંગે ઊજવી શકીશું? કે આપણા તહેવારો પર કોઈનો પડછાયો હજુ પણ પડતો રહેશે?
સુરત     – અબ્બાસભાઈ કૌકાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top