Comments

એક નહીં ભસેલા કૂતરાની વાત

હિંડનબર્ગ ગાથાને સમાચારના મહત્વ વિનાના કૌભાંડ, નાણાંકીય કૌભાંડ કે ભારત સામેના કવતરા તરીકે કે અન્ય કોઇ સ્વરૂપે કોઇ તેનો ઉલ્લેખ કરી શકે. જો કે તેનો આધાર આ સરકાર વિશે કોઇને કેવો વિચાર છે તેના પર આમાંથી કેટલોક આધાર છે અને તે સમજી શકાય તેમ છે. આપણી સામેના પુરાવાને આધારે ઇન્કાર કરવાનું મુશ્કેલ બની જશે. તેનું પહેલું પાસું બજારની પ્રતિક્રિયા, બીજું પાસું છે કે ભારતના રાજયે કઇ રીતે પ્રતિક્રિયા આપી કે ન આપી. આપણે પ્રતિક્રિયા જોઇએ: વાસ્તવિકતા એ છે કે આ શેરમાં પોતાના સાચા પૈસા લગાવ્યા છે તેમણે હિંડનબર્ગના આક્ષેપોની તપાસ કરી છે. વાચકોને ખબર ન હોય કે મ્યુચ્યુઅલ ફંડોનું અદાણી ગૃપમાં રોકાણ હંમેશા મર્યાદિત રહ્યું હતું અને ભાગ્યે જ કોઇ તેમાં રોકાણ કરવા તૈયાર હતું. હિંડનબર્ગનો હેવાલ કહે છે તેમ અદાણીની લિસ્ટેડ કંપનીઓ દેશ-વિદેશના ઇન્ડેકસ પર આવતી હતી છતાં કોઇ સક્રિય લોકલ ફંડ 1 ટકાથી વધુ ઇકિવટી અદાણી ગ્રીન, અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી ટોટલ ગેસ કે અદાણી ટ્રાન્સમિશનમાં હિસ્સો ધરાવતો નથી એમ શેર હોલ્ડિંગ પરથી જણાય છે.

કેમ?
બીજું કારણ એ છે કે વિશ્વનો હજી તાજેતરના સમય સુધી સૌથી પૈસાદાર માણસે ધીરૂભાઇ અંબાણીની સ્પર્ધા કરે તેવી ચીંથરે હાલમાંથી ધનના ઢગલામાં આળોટતા ધીરૂભાઇએ નાણાની સ્પર્ધામાં લખી હતી. સંપત્તિના કારભારીઓ માટે આ ગર્વની બાબત કહેવાય તો રોકાણકારો તેની પડખે કેમ નહીં ઊભા રહ્યા? મતલબ કે તે સરકારી ભાષામાં વિકાસ કરતો હતો. આ કંઇ હીરા ઝવેરાતનો વેપાર નહતો કે બહુ થોડા જ સમયમાં અદાણી આપણા વડાપ્રધાનની નજીક હોવા માટે જાણીતા છે અને તેમની છત્રછાયામાં જ તેમનો ઝડપી ઉદય થયો છે. પરિણામે અદાણીની પ્રગતિ રાતે ન થાય એટલી દિવસે થાય અને દિવસે ન થાય તેટલી રાતે થાય. આવી પ્રગતિ બજારને ન પચે.

રાજયે શું કર્યું. કેમ કર્યું? રાજયે એટલે કે સરકાર અને તેની સંસ્થાઓ નિયંત્રણ તંત્રે અને ન્યાયતંત્ર. આમાંથી કોઇ તંત્ર સળવળ્યું નહીં. માત્ર બજાર સફાળું બેઠું થઇ ગયું! એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ, સી.બી.આઇ., કેન્દ્રની તપાસ સંસ્થાઓમાંથી કોઇના પેટનું પાણી નહીં હાલ્યું. આ બધી તો સ્વતંત્ર સંસ્થાઓ છે. તેમણે વડાપ્રધાનના કાર્યાલયમાંથી કે અમીત શાહ પાસેથી હુકમ નથી લેવાના. હા બજારોએ જે પ્રતિક્રિયા આપી તે વધુ પડતી લાગી અને અમેરિકનોએ તેને ‘નથિંગ બર્ગર’ કહીને વર્ણવી.

 કોઇક કંઇક તો બોલ્યું? સરકાર તરફથી કેમ કંઇ પ્રતિક્રિયા ન આવી? અદાણી ગૃપના ભારતીય સંચાલક એક ઓસ્ટ્રેલિયન ચીફ ફાઇનાન્સીયલ ઓફિસર હતા. તેમણે કહ્યું કે તમામ આક્ષેપો જૂઠા છે. હિંડનબર્ગ હેવાલ પણ એજ કહે છે તો સરકાર કેમ કુંભકર્ણ બની ઉંઘતી રહી? હિંડનબર્ગ કહે છે કે અદાણી ગૃપના ઘણા દરિયા પારના પબ્લિક હોલ્ડરની કામગીરી પ્રમાણે તેઓ સેબીના નિયમ મુજબ લિસ્ટમાંથી નીકળી જાય. મતલબ કે સેબી એણે કરવું જોઇએ તે કામ નથી કરતી અને સરકારને તેનો વાંધો નથી. સેબી સામે અમે માહિતી અધિકાર અન્વયે કરેલી અરજીઓ પણ કહે છે કે દરિયા પારના ફંડની તપાસ પણ પત્રકારો અને સંસદ સભ્યોના ઉહાપોહના દોઢ વર્ષ પછી પણ તપાસ હેઠળ છે.

શેરલોક હોમ્સ નામના એક કાલ્પનિક ડિટેકટીવની વાર્તા હતી. ‘ડોગ ધેટ ડિડન્ટ બાર્ક’ રેસના ઘોડાના એક મહામૂલો ટ્રેનર ગૂમ થઇ ગયા પછી તેનું ખૂન થાય છે. હોમ્સ એવા તારણ પર આવે છે કે આ અંદરના જ કોઇ માણસનું કાવતરું છે કારણ કે કૂતરાને ભસતાં સાંભળ્યા નથી, કૂતરો હાજર હોવા છતાં! આપણી વાતોમાં સરકારી તપાસ સંસ્થાઓ ચૂપ રહી અને બજાર ભસ્યું! તે દર વખતે આવું કરે છે આથી આ સમસ્યા દૂર થવાની નથી. સરકાર તેને ખદેડી મૂકે અથવા તેને માટે બળ પ્રયોગ કરે, પણ એવું કયાં થાય છે? આથી જ કૌભાંડ, નાણાંકીય ગોટાળા અને છાણના પોદળા આપણી વચ્ચે રહેવાના જ છે, સિવાય કે તેને ઠીક કરવાનો મક્કમ નિર્ણય થાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top