World

પાયલોટની સિગારેટ પીવાની આદતે પ્લેનમાં સવાર 66 મુસાફરોના જીવ લીધા

નવી દિલ્હી: પાયલોટની (pilot) સિગારેટ (Cigarettes) પીવાના લતે પ્લેનમાં (plane) સવાર તમામ 66 લોકોનો જીવ (Death) લઈ લીધા. પ્લેન ક્રેશ (Plane crash) થયા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્લેન ક્રેશ થવાના કારણોસામે આવ્યા છે કે પ્લેનનાં કોકપિટમાં પાયલોટે સિગારેટ સળગાવતા પ્લેનમાં આગ લાગી ગઈ હતી.

  • એક રહસ્યમય વિમાન દુર્ઘટનામાં 66 લોકોએ જીવ ગુમાવ્યા
  • આ અકસ્માત અંગે તપાસ હાથ ધરવામાં આવી તો થયો મોટો ખુલાસો
  • જેમાં પાઇલટ દ્વારા સિગારેટ સળગાવવાના કારણે પ્લેન ક્રેશ થયું હોવાનું બહાર આવ્યું

ફ્રાન્સના પેરિસ ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટથી કૈરો (ઇજિપ્તની રાજધાની) તરફ જતું એરબસ A320 મે 2016માં ક્રેશ થયું હતું. આ વિમાન રહસ્યમય સંજોગોમાં ભૂમધ્ય સમુદ્રમાં પડ્યું હતું. મૃતકોમાં 1 બ્રિટિશ, 12 ફ્રેન્ચ પ્રવાસીઓ, 30 ઇજિપ્તવાસીઓ, બે ઇરાકી અને કેનેડિયન નાગરિકો હતા.

ક્રેશ થયા બાદ પ્લેનના બ્લેક બોક્સ માટે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેથી પ્લેન ક્રેશનું કારણ શોધી શકાય. આખરે બ્લેક બોક્સ યુએસ નેવીને સોંપવામાં આવ્યું. તે ગ્રીસ નજીક ઊંડા પાણીમાં હતો. ત્યારે ઇજિપ્તના અધિકારીઓએ વિમાન દુર્ઘટના પાછળ આતંકવાદીઓનો હાથ હોવાનું જણાવ્યું હતું.

જો કે, હવે સત્તાવાર તપાસમાં પુષ્ટિ થઈ છે કે પાયલોટ મોહમ્મદ સઈદ અલી શૌકૈરના સિગારેટ પીવાના કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. એવિએશન એક્સપર્ટ્સના 134 પાનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે સામાન્ય રીતે પાયલટના કોકપિટમાં સિગારેટ પીતો હતો. ખાસ વાત એ છે કે 2016ના પ્લેન ક્રેશ સમયે પ્લેનમાં સિગારેટ પીવા પર પ્રતિબંધ નહોતો.

ઇટાલિયન અખબાર કોરીરે ડેલા સેરા સાથેની વાતચીતમાં, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સાવચેતી માટે ઇજનેરીએ ઓક્સિજન માસ્કને સામાન્ય ઈમરજન્સી માટે ખસેડ્યો હતો. જેના કારણે ઓક્સિજન લીક થવા લાગ્યો હતો. રિપોર્ટ અનુસાર 19 મે 2016ના રોજ સવારે 2.25 વાગ્યે ઓક્સિજન લીકેજનો અવાજ આવવા લાગ્યો હતો. થોડીવાર પછી ફ્લાઈટ ક્રેશ થઈ ગઈ.

Most Popular

To Top