National

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો આ મહત્વનો નિર્ણય: નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં કરાશે આ કામ

નવી દિલ્હી: આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi)ની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જેના મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં સ્વાનિધિ યોજનાને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે માર્ચ 2022થી ડિસેમ્બર 2024 સુધી પીએમ સ્વાનિધિ યોજના યથાવત રહેશે. આ ઉપરાંત લિથુઆનિયામાં ભારતીય મિશનને મંજૂરી આપવામાં આવી છે.

અનુરાગ ઠાકુરે તે પણ કહ્યું કે, મંત્રીમંડળે ખરીફ સિઝન માટે ફાસ્ફેટિક અને પોટાસિક ખાતરોના ભાવને મંજૂરી આપી છે. આ સીઝન માટે ખાતરોની ખરીદી પર 60,939.23 કરોડ રૂપિયાની સબ્સિડી આપવામાં આવશે. તેનાથી કિસાનોને રાહત મળશે. તેમાં સ્વદેશી વિનિર્માણ અને ડીએપીની આયાત માટે વધારાની મદદ આપવામાં આવશે.

સ્વાનિધિ યોજનામાં લોનની સુવિધામાં વધારો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આર્થિક મામલાની મંત્રીમંડળીય સમિતિએ પીએમ સ્વાનિધિ યોજના યથાવત રાખવાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સને સરળતાથી લોનની સુવિધા આપવામાં આવી રહી છે. આ યોજનામાં અગાઉ 5000 કરોડ રૂપિયાની રકમ માટે લોનની સુવિધા કરવામાં આવી છે. જે આજે વધારીને 8100 કરોડ કરી દીધી છે.

મોબાઇલ ટાવર થશે અપગ્રેડ
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, દેશના 10 રાજ્યોમાં 2542 મોબાઇલ ટાવરને 2જીથી 4જીમાં અપગ્રેડ કરવામાં આવશે જેઅં માટે 2426 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. જે ટાવરો અપગ્રેડ આવશે તે બધા ટાવર નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં છે. તેમાં આત્મનિર્ભર ભારતમાં બનેલા 4જી કોર નેટવર્ક, રેડિયો નેટવર્ક તથા ટેલીકોમ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે. આ બધાને બીએસએનએલ જ અપગ્રેડ કરી સંચાલિત કરશે.

ક્વાર જળ વિદ્યુત પરિયોજના માટે 4526.12 કરોડની ફાળવણી
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ચિનાબ નદી પર આકાર પામી રહેલી ક્વાર જળ વિદ્યુત પરિયોજના માટે 4526.12 કરોડ રૂપિયાના રોકાણની મંજૂરી આપી છે. પરિયોજનાનું કામ મૈસર્સ ચિનાબ વૈલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કરશે. જે 540 મેગાવોટની છે. આ પરિયોજનાથી એક એવરેજ વર્ષમાં 1975.54 મિલિયન યુનિટ વિજળી ઉત્પન થશે.

લિથુઆનિયામાં ભારતીય મિશનને મંજૂરી
કેન્દ્રીય મંત્રીમંડળે વ્ગર્ષ 2022માં લિથુઆનિયામાં એક નવા ભારતીય મિશન ખોલવાને મંજૂરી આપી છે. લિથુઆનિયામાં ભારતીય મિશન ખુલવાથી ભારતના રાજદ્વારી સંબંધો અને રણનીતિક સહયોગ વધારવા, દ્વિપક્ષીય વ્યાપાર, રોકાણ અને આર્થિક વિકાસને સક્ષમ કરવા, લોકોથી લોકો વચ્ચે મજબૂત સંપર્કની સુવિધા, બહુપક્ષીય મંચોથી સારા આઉટરીચમાં મદદ મળશે. લિથુઆનિયામાં ભારતીય મિશન ભારતીય સમુદાયની સારી સહાયતા કરશે અને તેના હિતોની રક્ષા કરશે.

Most Popular

To Top