Gujarat

ગુજરાતનો એક માત્ર મેળો જ્યાં રંગ લગાવ્યા બાદ પ્રેમિકાને ભગાડી જવાની અપાય છે છૂટ

ગાંધીનગર: છોટાઉદેપુર (Chhotaudepur) નગરમાં દર શનિવારે હાટ (Hat) ભરાય છે, જ્યાં અસપાસના 50 ગામડાની વ્યક્તિઓ જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા માટે આવે છે. પરંતુ હોળી પહેલા શનિવારે ભરાતો ભંગોરીયાનો મેળો (Bhangoriya fair) ઘણો ખાસ છે. છોટાઉદેપુરમાં મેળો ભરાતા લગભગ 101 વર્ષ થઈ ગયા છે. હજી પણ ભંગોરીયાના મેળામાં આદિવાસીઓનો (Tribal ) ભારે ઉત્સાહ જોવા મળે છે. જુદા જુદા ગામના મહિલા-પુરૂષઓ પારંપરિક પહેરવેશ અને આભૂષણ પહેરી મેળામાં એક અનોખું આકર્ષણ ઉભું કરે છે. પરંતુ આ મેળાની ઘણી બધી કાલ્પનિક માન્યતાઓ છે.

પૂર્વ પટ્ટીના છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશના અલીરાજપુર, ઝાબુઆ ક્ષેત્રોમાં હોળીના તહેવારમાં ખાસ ઉજવાતો મેળો એટલે ભંગોરીયના મેળો. આ મેળામાં રાજ્યોના આદિજાતિ સમુદાયો ભેગા મળીને હરખભેર મેળાની ઉજવણી કરે છે. આદિજાતી ક્ષેત્રોના હોળી મેળાઓમાં ભંગોરીયા નામે ઓળખાતા હોળી પહેલાના સપ્તાહિક હાટ, આ સિવાય હોળી પછી ભરાતા મેળામાં ગેરના મેળા અને ચૂલના મેળાનો વિશિષ્ટ સમાવેશ થાય છે.

માન્યતા પ્રમાણે ભંગોરિયા નામના કારણે ઘણાં લોકો છોકરી અને છોકરાના મન મળી જાય અને છોકરા છોકરીને સાથે ભગાડી જાય છે. તેમજ બીજી એક કાલ્પિનક માન્યતા પ્રમાણે છોકરો છોકરીને પાન ખાવા માટે આપે છે અને જો છોકરી પાન ખાય છે તો તેની હા માનવામાં આવે છે. ત્યારે બંને ભાગી જઈ લગ્ન કરી લે છે. આ સિવાય બીજી પણ એક રોચક કલ્પાનિક કથા છે, જેમાં એવું માનવામાં આવે છે કે છોકરો છોકરીના ગળા પર ગુલાબી રંગ લગાવે છે અને જો છોકરીની હા હોય તો તે છોકરાના ગાલ પર ગુલાબી રંગ લગાવે છે. પરંતુ આ બધી એક કાલ્પિનક માન્યતાઓ છે. આદિવાસી સમુદાયમાં છોકરા કે છોકરી માટે માંગુ નાંખવાથી લઈને લગ્ન સુધી ખૂબ સુસ્થાપિત સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓ અને રસપ્રદ રીતરિવાજો છે અને ભંગોરિયું હોળી મેળાઓ ની પરંપરાનો માત્ર એક ભાગ છે.

ઉલ્લેખનીય છે કે આધુનિક યુગમાં, શહેરીકરણ અને શિક્ષણના કારણે નવી પેઢીના યુવાનો અને યુવતીઓ મેળાની આ પરંપરાથી વિમુખ થઈ ગયા છે, જો કે સદનસીબે એવું થયું નથી. આધુનિક યુગમાં સુશિક્ષિત હોવા છતાં યુવક યુવતીઓ પારંપરિક રીતે મેળો ઉજવે છે. વારસાગત વસ્ત્રો,આભૂષણો આ સાથે આદિવાસી વાજિંત્રો વાંસળી તથા મોટલા(ખૂબ મોટા જંગી કદ ધરાવતા) ઢોલ અને કરતાલના તાલેના ચગાન કરીને હોળી પૂર્વે ના ભંગોરીયા હાટની મોજ માણતા હોય છે.

Most Popular

To Top