Vadodara

કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા સૌથી લાંબા બ્રિજ પર દોઢ મહિનામાં જ ગાબડાં પડ્યા

વડોદરા : સુશાસન દિવસ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપાઈજીના જન્મદિવસે શહેરના સૌથી લાંબા ગેડા સર્કલ થી મનીષા ચોકડી સુધીના ફ્લાય ઓવર બ્રિજને મુખ્યમંત્રીના હસ્તે નગરજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જોકે ઉદ્ઘાટન કર્યાના માત્ર દોઢ મહિનામાં જ કેટલીક જગ્યા ઉપર ગામડા પડતા વિશ્વામિત્રી બચાવો સમિતિના સભ્યએ આ મામલે રાજ્ય સરકારના ફાળા થી અત્યંત ઉતરથી ગુણવત્તા નો બ્રિજ ઉપરનો રોડ બનાવ્યો હોય ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આરએન્ડબી તેમજ સ્ટેટ વિજિલન્સની ટીમ બનાવી તપાસ કરવાની માંગ કરી છે.

વડોદરા શહેરના સૌથી લાંબા ગેડા સર્કલ થી મનીષા ચોકડી સુધીના ફ્લાય ઓવરબ્રિજનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના દોઢ મહિનામાં જ બ્રિજના માર્ગ ઉપર ગાબડા પડતા ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠ્યા છે ત્યારે આ અંગે વિશ્વામિત્રી બચાવો સમિતિના સભ્ય શૈલેષ અમીને જણાવ્યું હતું કે અંદાજે ૨૩૦/- કરોડ રૂપિયાના ખર્ચ થી બનેલો આ અટલ બ્રીજ બનાવવા માટે નિયત કરેલ અંદાજીત સમય થી લગભગ ત્રણ ગણો સમય લાગેલ અને આશરે પાંચ વર્ષ સુધી આ ૩.૫ કી.મી. સુધી નો બ્રીજ ધીમી ગતિ એ બનતો રહેલો,જે સમય દરમ્યાન અડધા ઉપરાંત રોડ-રસ્તો બંધ કરી સીમિત જગ્યા માં અવરજવર કરવામાં વડોદરા ના નગરજનો ને ખુબ યાતનાઓ વેઠવી પડી છે.

અટલ બ્રીજ ના માન.મુખ્યમંત્રી એ ઉટઘાટન કર્યાના માત્ર દોઢ મહિનામાં કેટલીક જગ્યા એ રોડ પર ગાબડા પડી ગયેલા કે રોડ ઉખાડી ગયેલો છે.ખાસ કરીને બેન્કર્સ હોસ્પિટલ કે જગદીશ ફરસાણ ની સામે ગેંડા સર્કલ થી મનીષા ચોકડી તરફ જતા રસ્તા ઉપર આવું ગાબડું અમારા જોવામાં આવેલ છે.આ ઉખડી ગયેલો રોડ કે રોડ ઉપર નું ગાબડું જોતા સ્પષ્ટ જણાય છે કે રોડ બનાવવામાં વપરાતા ચોક્કસ ગ્રેડ ના ડામર ની અત્યંત ઓછી માત્રા વાપરેલ છે અથવા નિયત કરેલ ગ્રેડ ના ડામર સિવાય હલકી ગ્રેડ નો ડામર વાપરેલો છે અથવા હલકી કક્ષાનો ઇમ્પોર્ટેડ ચાઈનીઝ ડામર વાપરેલો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષો માં વડોદરા માં રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ લેનાર કોન્ટ્રાક્ટર હલકી કક્ષાનો આવોજ ઇમ્પોર્ટેડ ડામર વાપરતા હતા અને ગુજરાત રીફાઈનરીના બોગસ બીલો રજુ કરતા ઝડપાયેલા અને તેમની સામે પોલીસ કેસ સહીત કાળી યાદી માં પણ મુકાયેલા હતા.ત્યારે વિશ્વામિત્રી બચાવો સમિતિ ના કાર્યકરોએ આ સાથે માંગ કરી છે કે જે ફ્લાયઓવર બ્રીજ નું નામ જયારે આદરણીય સ્વરગસ્થા અટલ બિહારી વાજપેયી જેવા સ્વચ્છ પ્રતિભા ધરાવતા પૂર્વ વડાપ્રધાન સાથે જોડાયેલું છે,જેનું ઉટઘાટન ગુજરાત ના મુખ્યમંત્રીના હસ્તકે સ્વર્ગસ્થ અટલજી ના જન્મદિવસ એટલે કે સુશાસન દિવસ તા.25 ડિસેમ્બરના રોજ કર્યું છે અને જે ફ્લાયઓવર બ્રીજ ના બાંધકામ માં રાજ્ય સરકાર નો મોટો ફાળો છે.

ત્યારે તેમાં થયેલા ભ્રષ્ટાચાર ની તપાસ ગુજરાત એન્જીનીયરીંગ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ, આર એન્ડ બી ના તજજ્ઞો, તેમજ સ્ટેટ વિજીલન્સની સંયુક્ત કમીટી બનાવી કરવામાં આવે અને વડોદરા મહાનગરપાલિકા ના જે ઈજનેરો ની આ બ્રીજ બનાવતી વખતે ગુણવત્તા ચકાસવાની, નિરીક્ષણ કરવાની મહત્તમ જવાબદારીઓ છે તેમની ઉપર કડક માં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. વધુમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખુબ મોટી રકમ ચૂકવીને થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન જેને ટીપીઆઇ તરીકે ઓળખાય છે તેઓ ને રોકેલ છે ત્યારે તેઓએ પાલિકાના ઈજનેરો સાથે સાંઠગાંઠ કરી ને સારી ગુણવત્તા ના ખોટા પ્રમાણપત્રો આપેલા હોય તેની પણ તપાસ કરી ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

Most Popular

To Top