Vadodara

ગુજરાત રીફાઈનરીમાં મહિલા રોજગારની માંગ

વડોદરા : વડોદરા નજીક આવેલ મહાકાય ઉદ્યોગ ગુજરાત રિફાઇનરી અવારનવાર વિવાદોમાં આવતી રહે છે. છેલ્લા ઘણા સમયથી જમીન ગુમાવનાર ખેડૂતો હોઈ કે સ્થાનિક બેરોજગાર યુવાનો તેમજ મહિલાઓના  પ્રશ્નોને લઈને ખૂબ જ અન્યાય થતો હોય અને આ ગુજરાત રિફાઇનરી સંકુલના અધિકારીઓ તેમજ કોન્ટ્રાકટરોની મીલીભગતથી વારંવાર સ્થાનિકોની ઇરાદાપૂર્વક જ અવગણના કરવામાં આવી રહી હોવાના આક્ષેપ ઉઠ્યા છે.

હાલમાં જ ગુજરાત રિફાઇનરી કંપનીમાં હજારો કરોડની લાગત થી વિશાળ વિસ્તૃતિકરણનું કામ શરૂ કરવામાં આવેલ છે.જેમાં હજારોની સંખ્યામાં કામદારોને વિવિધ કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ હેઠળ કામે રાખવામાં આવતા હોય છે.આ અંગે સામાજિક કાર્યકર તેમજ ભારતીય રાષ્ટ્રીય કામદાર સંઘના અગ્રણી જોગેશ્વરી મહારાઉલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રિફાઇનરી સંકુલ બનાવવા માટે અહીંના સ્થાનિક ખેડૂતોની જમીન લેવામાં આવેલી છે અને આ વિસ્તારના સ્થાનિક ગામડાઓ આ ઔદ્યોગિક વિસ્તારનું તમામ પ્રકારનું પ્રદૂષણ પણ બેઠી રહ્યા છે.

ગુજરાત રિફાઇનરીની આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોની ખૂબ જ મોટી સમસ્યા અને ફરિયાદ છે કે રિફાઇનરીમાં મહદ અંશે પરપ્રાંતીય લોકોને જ રોજગાર આપવામાં આવેલ છે અને સ્થાનિક યુવાનો તેમજ મહિલાઓને ખૂબ જ અન્યાય કરવામાં આવી રહ્યો છે.આમ ગુજરાત રિફાઈનરીમાં કામ કરતાં વિવિધ કોન્ટ્રાક્ટરો દ્વારા ગુજરાત રિફાઇનરીમાં કોન્ટ્રાક્ટ હેઠળ મહિલા ઉમેદવારોને રોજગાર નહીં આપી ભેદભાવની નીતિ અપનાવી તમામ રીતે સરકાર ના આદેશનું ઉલ્લંઘન કરતા હોય તેવું સ્પષ્ટ માલુમ પડે છે આ ઉપરાંત ગુજરાત રિફાઈનરીમાં કામ કરતા કામદારોને લઘુત્તમ વેતન પણ માત્ર કાગળ ઉપર જ બતાવવામાં આવે છે.

જ્યારે હકીકતમાં આ કામદારોને લઘુત્તમ વેતન પણ ચૂકવવામાં આવતું નથી જેથી આ બાબત અવારનવાર રજૂઆતો ફરિયાદ થવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અત્રેથી ઉચ્ચ કક્ષા ગુજરાત રિફાઇનરી ના ચીફ જનરલ મેનેજર , વડોદરા જિલ્લા કલેક્ટર , વડોદરા લેબર કમિશનર સહિત વડોદરા પોલીસ કમિશનર  ને એક લેખિત અરજી આપવામાં આવેલ છે જેમાં ગુજરાત રિફાઇનરીમાં કાર્યરત કોન્ટ્રાક્ટરોને ભેદભાવની નીતિ છોડી સમાન રીતે મહિલા ઉમેદવારોને પણ રોજગાર આપવામાં આવે તેમજ યુવાનોને રોજગારીના સામે સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ વેતન ફરજિયાત પણે ચૂકવવું જોઈએ જો આ બાબતે સત્વરે નિરાકરણ નહીં લાવવામાં આવે તો આજુબાજુના સ્થાનિક આગેવાનો સહિત રોજગાર મેળવવા માંગતા અસંખ્ય યુવાનોને મહિલાઓને સાથે રાખી ઇન્ડિયા માર્ગે આંદોલન કરવાની ના છૂટકે ફરજ પડે તેવી હાલ શક્યતા દેખાતી હોય આ બાબતને યોગ્ય સત્તાધીશો લક્ષમાં લે તેવી આ વિસ્તારના સ્થાનિક લોકોએ માંગણી કરી હતી.

Most Popular

To Top