Vadodara

8 નવેમ્બરે ભરણી નક્ષત્રમાં વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે

વડોદરા: આગામી તારીખ 8 નવેમ્બરને મંગળવારના રોજ ચંદ્ર ગ્રહણ ભારત માં દેખાશે અને તેનો પ્રભાવ પણ જનમાનસ પર જોવા મળશે. ચંદ્ર ગ્રહણનો વેધ 8 તારીખે સવારે 05:39 વાગે શરૂ થશે.ગ્રહણનો સ્પર્શ ભુમંડલ પર 8 નવેમ્બર ના બપોરે  02:39 અને મોક્ષ સાંજે 06:19મિનિટ સુધી રહેશે. વડોદરાના જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષીના મત મુજબ ગ્રહણ દરમ્યાન કેવલ ઈશ્વરનું તમારી જેનામાં શ્રધ્ધા છે એ ઇષ્ટ ના જપ કરવા લાભ કારી,વેધ કાળ થી બપોરે 1:30 દરમ્યાન બાળકો વૃધ્ધો,દર્દીઓ અશક્તો ભોજન કરી શકે.

ગ્રહણમાં કરેલા જપ અનુષ્ઠાનનું અગણિત ફળ પ્રાપ્ત થાય.પંદર દિવસ માં બે ગ્રહણો દેશ દુનિયા માટે અશુભ સૂચક સાબિત થાય 25 ઓક્ટોમ્બરના થયેલ સુર્ય ગ્રહણ અને આગામી 8 નવેમ્બરના થનારું ચંદ્ર ગ્રહણ બેવ ગ્રહણ મંગળવારે દુનિયા પર મહાભારત જેવા યોગોના સંકેત છે.મેષ રાશિમાં થનારું આ ચંદ્રગ્રહણ વિશ્વમાટે ભય કુદરતી આફતો માનવ સર્જિત આફતો ઉગ્રતા દુનિયા ના અનેક દેશો દુશ્મન દેશો પર લાલ આંખ કરે કાતો આક્રમણ કરે તો નવાઈ નહીં ચંદ્ર ગ્રહણ મેષ રાશિ માં છે.સૂર્ય પણ તુલા રાશિ માં છે  ચંદ્ર રાહુ ની યુતિ મંગળવાર ના સૂર્ય ગ્રહણ માં સર્જાય તો તે સેનાપતિ,રાજા અને મંત્રી માટે અશુભ કારક હોય છે.

Most Popular

To Top