Charchapatra

અમર ગાયિકા આશા ભોંસલે જી

આશાજી ૯૨ વર્ષ ની જૈફ વયે ટૂંકી માંદગી ભોગવી આ દુનિયા છોડી પરલોક પ્રસ્થાન કરી ગયા. પણ પોતાની પાછળ સંગીતનો અમૂલ્ય વારસો મૂકી અમરત્વ પ્રાપ્ત કર્યું. તેમનાં સ્વરનો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરવાવાળા સંગીતકારોમાં પ્રથમ બે નામ કોઈ ને પણ તરત જ યાદ આવે તે ઓપી નૈયર અને રાહુલ દેવ બર્મનન. શાસ્ત્રીય રાગો આધારિત ફિલ્મ સંગીત માટે જાણીતા એવા એસ એન ત્રિપાઠી એ ફિલ્મ નાગરાની (અન્ય નામ કોબ્રા ગર્લ) માં અરેબિઅન ટ્યૂન આધારિત ગીત તેમની પાસે ગવડાવ્યું જે તેમની ગાયકીની વૈવિધ્ય સભર શૈલીઓ નો ઉત્તમ નમૂનો છે.  જીવનમાં અનેક સંઘર્ષ વેઠી આટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા છતાંય તેઓ રહેણીકરણીમાં પૂરેપૂરા ધરતી પર મજબૂત રીતે પગ રાખીને જીવ્યા. કેટલાક પત્રકારો તેમનાં અનુભવ વિષે લખી ચૂક્યા છે, કે તેઓ એવી ધારણા બાંધી તેમને ત્યાં મુલાકાતની અગાઉથી નોંધ કરાવીને ગયા કે તેમનાં સહાયકો દરવાજો ખોલશે અને થોડી રાહ જોવડાવી આશાજી અંદરનાં રૂમમાંથી આવીને વાત કરશે તેઓ જ્યારે તેમને ત્યાં ડોર-બેલ વગાડ્યો તો એઓ એ જાતે આવીને તેમને આવકાર્યા અને જાતે તેમની પરોણાગત કરી. એઓ નશ્વર દેહ થી ભલે વિદાય પામ્યા પણ સંગીત ચાહકો નાં દિલ માંથી ક્યારેય વિદાય થશે નહીં
સુરત     – પિયુષ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top