ગોધરામાં પહેલાં વરસાદે જ તંત્રની પોલ ખોલી, અનેક વિસ્તારમાં ભૂવા પડી ગયા

ગોધરા: પંચમહાલ જિલ્લા ના મુખ્ય મથક ગોધરામાં વરસાદી માહોલ માં સ્થાનિકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે.ગોધરા નગર માં ઠેર ઠેર ભુવાઓ અને ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.ગોધરા શહેરમાં વરસેલા વરસાદે તંત્ર ની પોલ ખોલી નાંખી છે.રસ્તા પર પડેલા ભુવા અને મસ મોટા ગાબડાં ઓથી વાહન ચાલકો અને સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે.ઠેર ઠેર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે.

ગોધરા નગર ના વિવિધ વિસ્તારો જેવા કે, સ્ટેશન રોડ,ભાટવાડા ચોકી નમ્બર ૭,સિગ્નલ ફળીયા,બસ સ્ટેન્ડ,ભુરાવાવ,સાપા રોડ જેવા અનેક વિસ્તારો માં સ્થાનીક લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે.આ તમામ વિસ્તારો ના કેટલાક રસ્તાઓ બિસ્માર હાલત માં છે.રસ્તા પર ઠેક ઠેકાણે ખાડાઓ થી નગરજનો અને વાહનચાલકો ને તકલીફ વેઠવી પડી રહી છે.ખાડાઓ જાણે કે રસ્તા પર સામ્રાજ્ય જમાવી ને બેઠા છે કે દૂર થવા નું નામ જ નથી લઈ રહ્યા.સ્ટેશન રોડ જે શહેર ની મધ્યે આવેલ અને ભારે ભીડભાળ ધરાવતા વિસ્તાર માં વર્ષો થી ચોમાસા ની સિઝન દરમ્યાન મસ મોટા ખાડા પડી જતા હોય છે.અહીં અનેક વાર વાહનચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બન્યા હોવા ના બનાવો પણ બની ચુક્યા છે.વાહનો ખાડા માં ફસાઈ જતા કે પછડાતા ભારે નુકશાની વેઠવા નો વારો વાહનચાલકો ને આવ્યો છે.ત્યારે અહીં ના નાગરિકો જીવલેણ રસ્તાઓ ને રિપેર કરવા ની માંગણી કરી રહ્યા છે.

વાત માત્ર આટલેથી અટકતી નથી આ ભુવાઓ ના સામ્રાજ્ય માં સ્થાનિક લોકો,વાહન ચાલકો,અને રાહદારીઓ ને પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.ભારે ટ્રાફીક ધરાવતા ગોધરા નગર ના વિવિધ રસ્તાઓ પર હવે વાહન ચાલકો આવતા ડરે છે કારણ આ ભુવાઓને લઇ અનેક વખત જીવલેણ અકસ્માતો પણ અહી થયા છે.ત્યારે રસ્તાની સમશ્યા થી ત્રસ્ત બનેલા રહીશો હવે વહેલી તકે આ રસ્તા પર ના ભુવાઓ પુરવાની માંગણી કરી રહ્યા છે.બીજી તરફ ગોધરા નગર પાલિકા ના અધિકારીઓ દર વખત ની જેમ આશ્વાસન ની નીતિ અપનાવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં જ્યાં શક્ય છે ત્યાં ખાડાઓ ને પુરવા માટે પેચ વર્ક ની કામગીરી હાથ ધરવા માં આવી રહી છે.

ગોધરા નગર પાલિકા દ્વારા ચોમાસા પૂરતું નગરજનો ને આશ્વાસન તો આપવા માં આવી રહ્યું છે.પરંતુ આ આશ્વાસન થી નગરજનો ની રસ્તા ની સમશ્યા દૂર થાય એવા કોઈ એંધાણ તો વર્તાઈ નથી રહ્યા ઉપર થી આવનાર સમય માં વધુ વરસાદથી નગર ના રસ્તાઓ વધુ બિસ્માર થશે અને નગરજનો ની તકલીફો માં વધારો ચોક્કસ થશે.

Related Posts