Health

HIV સંપૂર્ણપણે મટી શકે છે? ગર્ભનાળના લોહીનો ઉપયોગ કરી મહિલાને HIV મુક્ત કરાઈ

નવી દિલ્હી: એચઆઈવી (HIV) એક એવો રોગ છે જેની કોઈ દવા નથી. જો કે, વર્ષોથી તેની સારવાર શોધી રહેલા વૈજ્ઞાનિકો હવે તેમના પ્રયત્નોમાં સફળ થયા છે. અમેરિકાના (America) વૈજ્ઞાનિકોએ એચઆઈવીના ત્રીજા દર્દી (Patient) અને પ્રથમ મહિલાની નવી ટેકનિકથી (Technique) સારવાર કરી છે. સંશોધકોએ પ્રેસ કોન્ફરન્સમાં ડેનવરને આ અંગે માહિતી આપી હતી. સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ ટેક્નોલોજી (Stem cell transplant technology) દ્વારા વૈજ્ઞાનિકોએ આ અજાયબી કરી બતાવી છે.

અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં એચઆઈવીના આવા માત્ર બે જ કેસ હતા જેમાં સફળતાપૂર્વક સારવાર થઈ હતી. ટિમોથી રે બ્રાઉન, જેને ધ બર્નિલ પેશન્ટ તરીકે ઓળખવામાં આવે છે, તે 12 વર્ષ સુધી વાયરસથી મુક્ત રહ્યા અને 2020 માં કેન્સરથી મૃત્યુ પામ્યા.વર્ષ 2019માં એચઆઈવીથી પીડિત એડમ કેસ્ટિલેજોની સારવારમાં પણ સફળતા મળી હતી.

બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની શું છે?
HIVની બીમારી ધરાવતી મહિલાને સાજી કરવા માટે એક નવી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નિકનું નામ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે. જેમાં ગર્ભનાળના લોહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નિકમાં એમ્બિકલ કોડ સ્ટેમ સેલને ડોનરથી વધુ મેળવવાની જરૂરિયાત પણ નહિ પડે. જે સામાન્ય રીતે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં થાય છે. જો કે એચઆઈવીના દર્દીઓ માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સારો વિકલ્પ નથી. આ ટ્રાન્સપ્લાન્ટ ખૂબ જ ખતરનાક છે. તેનાથી તે જ લોકોની સારવાર કરવામાં આવે છે, જે કેન્સરથી પીડિત હોય અને બીજો કોઈ રસ્તો જ બચ્યો ન હોય. જોકે બંને ડોનરમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ ડોનરોમાં એવું મ્યુટેશન મળ્યું હતું, કે જે એચ.આઈ.વી.ના ચેપને અટકાવી શકે. આવું દુર્લભ પરિવર્તન માત્ર 20,000 દાતાઓમાં જોવા મળ્યું છે, જેમાંથી મોટાભાગના ઉત્તર યુરોપના છે. દર્દીને સારવાર કરનાર ટીમના એક ડોક્ટર કોએન વૈન બેસિયને કહ્યું સ્ટેમ સેલની ઘણી ટેક્નિકથી દર્દીઓને ઘણી મદદ મળશે. અમ્બિકલ કોડ બ્લડના આંશિક રૂપથી મેચ થવાની વિશેષતા ધરાવતો હોવાના કારણે આવા દર્દીઓ માટે યોગ્ય ડોનર મળવાની શક્યતા વધી જાય છે.

મહિલાને લ્યુકેમિયા નામની બીમારી પણ હતી
મહિલાને 2013માં HIV છે તેની જાણકારી મળી હતી. ચાર વર્ષ પછી, તેણીને લ્યુકેમિયા નામની બીમારી છે તેની પણ જાણકારી મળી હતી. આ બ્લડ કેન્સરની સારવાર હેપ્લો-કોર્ડ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા કરવામાં આવી હતી, જેમાં આંશિક રીતે મેળ ખાતા કોર્ડ બ્લડ લેવામાં આવ્યું હતું. જેમાં મહિલાના નજીકના સંબંધીએ પણ મહિલાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રક્તદાન કર્યું હતું. મહિલાનું છેલ્લું ટ્રાન્સપ્લાન્ટ 2017માં થયું હતું. છેલ્લા 4 વર્ષમાં તે લ્યુકેમિયામાંથી સંપૂર્ણ રીતે સાજી થઈ ગઈ હતી. ટ્રાન્સપ્લાન્ટના ત્રણ વર્ષ પછી, ડોકટરોએ તેની HIV સારવાર બંધ કરી દીધી અને તે ફરીથી કોઈ વાયરસની ઝપેટમાં આવી નથી.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એઇડ્સના નિષ્ણાત ડૉ.સ્ટીવન ડિક્સના જણાવ્યા અનુસાર, મહિલાના માતા-પિતા શ્વેત અને અશ્વેત બંને હતા. મિશ્ર જાતિ હોવાના કારણે આ બંને પરિબળો વૈજ્ઞાનિક રીતે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે એમ્બિકલ કોડ ખૂબ જ સારી હોય છે. આ કોશિકાઓ અને કોડ બ્લડમાં કેટલીક એવી જાદુઈ ચીજ હોય છે, જે દર્દીઓને લાભા પહોંચાડે છે.

Most Popular

To Top