Gujarat

હોટલને પણ ટક્કર મારે એવા કપલ બોક્સ: સોફા,ગાદલાં,તકિયાં સહિત એસીની વ્યવસ્થા, કલાકનું ભાડું રૂ.150

સુરત: સુરતના (surat) લસકાણામાં થયેલી ગ્રીષ્મા વેકરિયાની (Grishma vekariya) ચકચારી હત્યાથી (Murder) સૌ કોઈ ફીટકાર વરસાવી રહ્યાં છે. ત્યારે હાલ હત્યાનો આરોપી ફેનિલ (fenil) પોલીસની પકડમાં છે. ગ્રીષ્માની હત્યા કરનાર ફેનીલ કપલ બોક્સ (Couple box) ચલાવતો હતો. ત્યારે હવે સમાજ દ્વારા કપલ બોક્સ બંધ કરવાની માંગ ઉઠી રહી છે. શહેરની પોલીસે શહેરમાં અલગ અલગ જગ્યાએ સ્ટિંગ ઓપરેશન (Sting operation ) હાથ ધર્યું છે. જેમાં કેટલીક જગ્યાએ ખુલ્લેઆમ કપલ બોક્સ ધમધમી રહ્યાનું જાણવા મળ્યું છે. સ્ટિંગ ઓપરેશન દરમિયાન કપલ બોક્સમાં સોફા, ગાદલાં, તકિયાં, ટેબલ ફેન સહિતની વ્યવસ્થા જોવા મળી રહી. કપલ બોક્સ ચલાવતા સંચાલકને ભાડા વિશે પૂછવામાં આવ્યું તો એક કલાકના 150 રૂપિયા થી 600 રૂપિયાનું ભાડૂ વસૂલ કરે છે.

કાફેના (Cafe) નામ પર ખુલ્લેઆમ કપલ બોક્સ ધમધમી રહ્યા છે. આ કપલ બોક્સમાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે જેમકે સોફા, ગાદલાં, તકિયાં, ફેન, એસીની વ્યવસ્થા આપવામાં આવે છે. સુરત સહિત અમદાવાદ પણ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના નિકોલ, નરોડા, વસ્ત્રાલ અને વટવા સહિતના વિસ્તારોમાં કપલ બોક્સ ધમધમે છે. જેમાં કાફેની અંદર પાર્ટીશન ઉભા કરીને નાના રૂમ બનાવવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કપલબોક્સના કારણે યૌનશોષણની ઘટનાઓ વધી રહી છે.  

કેવા હોય છે કપલ બોક્સ?
કપલ બોક્સ મોટે ભાગે કાફેમાં જોવા મળે છે જે બહારથી એક સામાન્ય કાફે લાગે છે પરંતુ જ્યારે આપણે અંદર જાઈએ છીએ તો લાકડાના પાર્ટીશન કરી નાના નાના રૂમ બનાવેલા હોઈ છે જેમાં બે માણસ આરામ કરી શકે છે. આ રૂમમાં એસી, સેટી, ગાદલાં, તકિયાંની પણ વ્યવસ્થા જોવા મળે છે. સંચાલકો બેફામ કાફેની આડમાં કપલ બોક્સ ચલાવી રહ્યા છે.

કેટલું ભાડું હોય છે કપલ બોક્સનું?
કપલ બોક્સનું ભાડાની વાત કરીઆ તો કપલ બોક્સનું ભાડુ કલાક પ્રમાણે લેવામાં આવે છે. જેમાં એક કલાકનું ભાડું રૂ.150થી રૂ.600 સુધીનું હોઈએ છે. કેટલાક કાફેમાં તો 1000 સુધીનું ભાડું વસુલ કરવામાં આવે છે. મોટાભાગે કપસ બોક્સ કોલેજ કે યુનિવર્સિટીની આજુબાજુ જાવા મળે છે.

કપલ બોક્સ પર પ્રતિબંધ
સુરતમાં ગ્રીષ્માની હત્યા બાદ કપલ બોક્સ બંધ કરાવામાં આવી રહ્યા છે. શહેરમાં હત્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે. અશ્લીલ કૃત્યો, નશીલા કેફી દ્રવ્યોનું સેવન થતું હોવાની ફરિયાદના પગલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં કોફીશોપ, હોટલો, કાફે અને રેસ્ટોરાંની આડમાં ચાલતા કપલ બોક્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કપલ બોક્સના કારણે નાની વયના બાળકો ભોગ બનતા હોવાનો આરોપ છે. જેમાં પોલીસની ટીમ કાફે પર છાપો મારી ખુલ્લેઆમ ધમધમી રહેલા કપલ બોક્સ બંધ કરાવી રહી છે. આ અગાઉ પણ સુરતમાં કાફેની આડમાં ચાલતા કપલ બોક્સમાં એક યુવતીની હત્યા કરી દેવામાં આવી હતી.

Most Popular

To Top