દૂરિયાં નઝદીકિયાં બન ગઇ

દૂરિયાં નઝદીકિયાં બન ગઇ અજબ ઇત્તિફાક હૈ (૨)
કહ ડાલી કિતની બાતેં અનકહી અજબ ઇત્તિફાક હૈ (૨)
દૂરિયાં નઝદીકિયાં બન ગઇ અજબ ઇત્તિફાક હૈ
ઐસે મિલી દો નિગાહેં મિલતી હે જૈસે દો રાહેં
જાગી યે ઉલ્ફત પુરાની ગાને લગી હે ફિઝાએં
ઐસે મિલી દો નિગાહેં મુલતી હે જૈસે દો રાહે
જાગી યે ઉલ્ફત પુરાની ગાને લગી હે ફિઝાએં
પ્યાર કી શહેનાઇયાં બજ ગઇ અજબ ઇત્તિફાક હૈ
દૂરિયાં નઝદીકિયાં બન ગઇ અજબ ઇત્તિફાક હૈ
કહ ડાલી કિતની બાતેં અનકહી અજબ ઇત્તિફાક હૈ
એક ડગર પે મિલે હૈ હમ-તુમ, તુમ-હમ દો સાયે
ઐસા લગા તુમસે મીલકર દિન બચપન કે આયે… આ…આ
એક ડગર પે મિલે હૈ હમ-તુમ, તુમ-હમ દો સાયે
ઐસા લગા તુમસે મીલકર દિન બચપન કે આયે
વાદીયાં ઉમ્મીદ કી સજ ગઇ અજબ ઇત્તિફાક હૈ
દૂરિયાં નઝદીકિયાં બન ગઇ અજબ ઇત્તિફાક હૈ
કહ ડાલી કિતની બાતેં અનકહીં અજબ ઇત્તિફાક હૈ
પહેલે કભી અજનબી થે અબ તો મેરી ઝિંદગી હો
સપનોં મેં દેખા થા જિસકો સાથી પુરાને તુમ હી હો હોઓ
પહેલે કભી અજનબી થે અબ તો મેરી ઝિંદગી હો
સપનોં મેં દેખા થા જિસકો સાથ પુરાને તુમ હી હો
બસ્તીયાં અરમાન કી બસ ગઇ અજબ ઇત્તિફાક હૈ
દૂરિયાં નજઝદીકિયાં બન ગઇ અજબ ઇત્તિફાક હૈ
કહ ડાલી કિતની બાતેં અનકહી અજબ ઇત્તિફાક હૈ

ગીતકાર: હસરત જયપુરી સ્વર: કિશોરકુમાર, આશા ભોંસલે સંગીત: શંકર જયકિશન ફિલ્મ: દુનિયા દિગ્દર્શક: ટી. પ્રકાશરાવ વર્ષ: ૧૯૬૮ કલાકારો: દેવ આનંદ, વૈજયંતીમાલા, બલરાજ સાહની, જોની વોકર, લલિતા પવાર, પ્રેમ ચોપરા, અચલા સચદેવ, મદનપુરી
એ. નારાયણની કથા-પટકથા પરથી સફળ ફિલ્મો બની હોય એવાં ઉદાહરણ અનેક છે. ‘ગીત ગાયા પત્થરોંને’, ‘દેવર’, ‘રામપુર કા લક્ષ્મણ’, ‘વિકટોરિયા 203’ તેમની વાર્તા-પટકથા પરથી બનેલી. દેવ આનંદના તે ફેવરીટ હતા અને ‘જવેલથીફ’, ‘દુનિયા’, ‘મહલ’, જોની મેરા નામ’, ‘અમીર-ગરીબ’, ‘બનારસી બાબુ’ કથા-પટકથા કે.એ. નારાયણની હતી. સલીમ-જાવેદ પહેલાં જેમની પટકથા એકદમ ચુસ્ત રહેતી અને એક દૃશ્ય પછી બીજા દૃશ્ય વચ્ચે કયાંય વિરામ નહીં મળે એવી પટકથા તેઓ લખી શકતા.

આ ગીત વિશે લખવાનું ગમે તેના બે-ત્રણ કારણ છે. શંકર-જયકિશનની પ્રથમ પસંદ રફી જ હોય એટલે દેવઆનંદ હોય તો પણ કિશરકુમારને ભાગે કદાચ જ ગીત આવે. ‘દુનિયા’માં તેમણે રફી પાસે ત્રણ ગીત ગવડાવેલાં અને કિશોરકુમાર પાસે એક જ ગીત આવેલું તે આ. રફીને મળેલાં ગીતો સોલો હતાં. ‘ફલસફા પ્યારકા તુમ કયા જાનો’, ‘જવાન તુમ હો જવાન હમ હૈ’ અને ‘તુહી મેરી લક્ષ્મી તુહી મેરી છાયા’. કિશોરકુમારને ડયુએટ જ મળેલું. પણ છતાં ‘દૂરીયાં નજીદીકિયાં બન ગઇ’ ગીતમાં ભાવનો જે સહજ ઉછાળ છે ને સ્વાભાવિક ઊંડાણ છે તે એવું છે કે તે સમયે તે સૌથી વધુ સંભળાયેલું. ફિલ્મના સંગીતકાર શંકર જયકિશન છે એટલે હસરત જયપુરીને દેવ આનંદ માટે ત્રણ ગીત લખવા મળેલાં. આમ તેમણે ચાર ગીત લખ્યાં છે પણ એક લક્ષ્મીછાયા-જોની વોકર માટે હતું. ‘તું હી મેરી લક્ષ્મી…’ અન્ય બે ગીતોમાં એક નીરજે લખેલું ‘યે ધરતી હિન્દુસ્તાન કી’ અને બીજું એસ.એચ. બિહારીએ લખેલું ‘દુનિયા ઇસીકા નામ હૈ’ મોકો મળ્યો એટલે શંકરે આ ગીતમાં મુકેશ સાથે શારદાનો અવાજ લીધો હતો.

હસરત રોમેન્ટિક ગીતોમાં ઉત્તમ હતા પણ આ ગીત દેવઆનંદ અને કિશોકુમાર માટે જ લખ્યું હોય એ રીતે જૂદું પડી જાય છે. જાણે એવું લાગે કે આ ગીત મજરુહે લખ્યું હોય. શંકર-જયકિશનનું સ્વરાંકન પણ સચિનદેવ બર્મનના પ્રભાવવાળું લાગશે. શું આમ બનવાનું કારણ કિશોરકુમારની ગાયકીને પરદા પર દેવ આનંદનું હોવું છે? દેવઆનંદ-વૈજયંતી એકબીજાને બચપણથી ઓળખે છે પણ વચ્ચે વર્ષો મળ્યા નથી. મળ્યા પછી તેમને ખ્યાલ આવે છે કે આપણે તો મિત્રો જ હતા. આ એક સંજોગ છે, ઇત્તિફાક છે. અજાણ્યાપણું અચાનક દૂર થતાં નિકટતા સર્જાય છે. આ આખી સ્થિતિ હસરતસાહેબે મુખડામાં સહજ ને ઉત્કટ રીતે બયાન કરી દીધી છે, ‘દૂરિયાં નજીદીકિયાં બન ગઇ અજબ ઇત્તિફાક હે’. આમ બનવા સાથે જ ન કહેવાયેલી કેટલીય વાતો જાણે કહેવાઈ જાય છે, ‘કહ ડાલી કિતની બાતેં અન કહી અજબ ઇત્તિફાક હૈ’. હા, આ અજબ સંજોગ જ છે જે આખી વાતને બદલી નાંખે છે.

ગીતના અંતરા બેઉ વચ્ચેની પ્રેમકહાણીને આગળ વધારે છે અને તેમાં ભૂતકાળ વડે વર્તમાનમાં જે જાદુ થયો તે વ્યકત થાય છે. બન્નેની આંખો એ રીતે મળી છે કે જાણે બે રસ્તાઓ મળ્યા હોય અને એમ થવાથી ‘જાગી યે ઉલ્ફત પુરાની ગાને લગી હે ફિઝાએ’. બંનેના આમ મળવાથી જૂનો પ્રેમ જાગ્યો અને આખું વાતાવરણ જાણે ગાવા લાગ્યું. કેવો સંજોગ કે પ્રેમની શરણાઇ વાગી ઊઠી. હસરત પુનર્મિલન અને પ્રેમની અનુભૂતિને વચ્ચે સંજોગ રાખીને સતત જોડે છે. આ અનુભૂતિ દરેક અંતરાને ખાસ બનાવે છે. બીજા અંતરાનો આરંભ છે, ‘એક ડગર પે મિલે હે હમ-તુમ, તુમ-હમ દો સાયે/ઐસા લગા તુમસે મિલકર દિન બચપન કે આયે.’ આગલા અંતરામાં બે રસ્તા ભેગા મળ્યાની વાત છે. એ જ રસ્તા પર તેઓ એક રીતે મળ્યા છે કે જાણે એકબીજાના પડછાયા હોય. આવા મિલન વડે જે નિકટતા સર્જાયેલી છે તે સૂચવાઈ જાય છે. નાયિકા કહે છે કે તમને મળીને એવું લાગે છે કે જાણે બચપણના દિવસ પાછા આવ્યા. આમ થવાથી શું બન્યું? ‘વાદીયાં ઉમ્મીદ કી સજ ગઇ અજબ ઇત્તિફાક હૈ.’ આશાઓની ખીણ જાણે લીલીછમ થઇ ગઇ હોય એવા અજબ ઇત્તિફાકની વાત છે આ.

ત્રીજો ને છેલ્લો અંતરો પણ આગલા અંતરાઓમાં ઉછળેલા મોજા પૈકીનું જ એક મોજું છે, ‘પહેલે કભી અજનબી થે અબ તો મેરી જિંદગી હો/સપનોં મેં દેખા થા જિસકો સાથી પુરાને તુમ હી હો.’ કયારેક તું અજનબી હતી, અજાણી હતી પણ હવે તો મારી જિંદગી છો. જેને સપનામાં જોયો હતો તું એ જ જૂનો સાથી છે. અને એમ થવાથી એ થયું કે, ‘બસ્તીયાં અરમાનકી બસ ગઇ અજબ ઇત્તિફાક હૈ! ઇચ્છાઓની વસતી વસી ગઇ એ અજબ સંજોગોની વાત છે.

આખા ગીતના કેન્દ્રમાં ‘અજબ ઇત્તિફાક’ છે. એ સંજોગો અચાનક સર્જાયા અને જાણે બંનેની કહાણી બદલાઇ ગઇ. અજાણ્યાપણું હતું તે મટી ગયું એટલે પ્રેમને રોકનારું કશું જ બચ્યું નહીં. ગીતકારે સંજોગ સમજીને એ સંજોગ પાત્રોમાં કેવી મન:સ્થિતિ સર્જે તે સમજીને લખવું પડે છે ને આ ગીત એ રીતે પર્ફેકટ છે. તે વધારે પર્ફેકટ બન્યું છે કિશોરકુમારને કારણે. રફીસાહેબ તો રફીસાહેબ છે પણ કિશોરકુમાર પણ તો કિશોરકુમાર છે ને! ‘ગાઇડ’માં પણ કિશોકુમારને એક જ ગીત મળેલું પણ એ એવી રીતે ઊઠયું કે જૂદું જ પડી ગયું.

Most Popular

To Top