National

લેસ્બિયન મેરેજ અંગે સુપ્રીમ કોર્ટના વલણ અંગે કેન્દ્ર સરકારે આપી તીખી પ્રતિક્રિયા

નવી દિલ્હી: દેશમાં સમલૈગિંક લગ્નો (Gay Marriage) માટેના કાયદા અંગે સુપ્રીમ કોર્ટના વલણ મામલે કેન્દ્ર સરકારની પ્રતિક્રિયા આવી છે. સરાકરે એફિડેવિટમાં સ્પષ્ટપણે આ કાયદાને મંજૂરી આપવાની માંગ કરતી તમામ અરજીઓને ફગાવી દેવાની માંગ કરી છે. આ સાથે જ સરકારે સમલૈંગિક લગ્ન અંગે માત્ર સંસદ (Parliament) જ નિર્ણય લઈ શકે છે, સુપ્રીમ કોર્ટ (Supreme Courte) નહીં તેવી સ્પષ્ટ કર્યું છે.

પુરુષ અને પુરુષ અને સ્ત્રીના સ્ત્રી સાથેના લગ્નને કાયદાકીય માન્યતા આપવી જોઈએ કે નહીં? સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચ મંગળવારે આ અંગે સુનાવણી કરશે. પરંતુ આ સુનાવણી પહેલા કેન્દ્ર સરકારે ફરી એકવાર ગે લગ્નનો વિરોધ કર્યો છે. કેન્દ્રએ એફિડેવિટ દાખલ કરીને તમામ અરજીઓ ફગાવી દેવાની માંગ કરી છે. કેન્દ્રએ કહ્યું કે લગ્ન અંગે માત્ર સંસદ જ નિર્ણય લઈ શકે છે, સુપ્રીમ કોર્ટ નહીં.

13 માર્ચે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે આ મામલાને પાંચ જજોની બંધારણીય બેંચને ટ્રાન્સફર કર્યો હતો. હવે CJI ચંદ્રચુડ, જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચ 18 એપ્રિલથી આ મામલાની સુનાવણી કરશે.

સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાની માંગ સાથે દિલ્હી હાઈકોર્ટ સહિત વિવિધ અદાલતોમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. ગયા વર્ષે 14 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ બે અરજીઓને ટ્રાન્સફર કરવાની માંગ પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. આ અરજીઓમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટે સૂચના જારી કરવાની માંગ કરવામાં આવી હતી.
આ પહેલા 25 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે પણ બે અલગ-અલગ સમલૈંગિક યુગલોની અરજી પર કેન્દ્રને નોટિસ પાઠવી હતી. આ યુગલોએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવવા માટે સત્તાવાળાઓને નિર્દેશ આપવાની માંગ કરી હતી. આ વર્ષે 6 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે આ તમામ અરજીઓને મર્જ કરીને પોતાની પાસે ટ્રાન્સફર કરી હતી.

હોમોસેક્સ્યુઅલની માંગ શું છે?
સમલૈંગિકોએ દાખલ કરેલી અરજીઓમાં સ્પેશિયલ મેરેજ એક્ટ, ફોરેન મેરેજ એક્ટ સહિત લગ્ન સંબંધિત અનેક કાયદાકીય જોગવાઈઓને પડકાર ફેંકીને સમલૈંગિકોને લગ્ન કરવાની છૂટ આપવાની માગણી કરવામાં આવી છે. સમલૈંગિકોએ એ પણ માગણી કરી છે કે તેમની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર તેમના મૂળભૂત અધિકારના ભાગરૂપે LGBTQ (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વિયર) સમુદાયને આપવામાં આવે. – એક પિટિશનમાં સ્પેશિયલ મેરેજ એક્ટ 1954ને જેન્ડર ન્યુટ્રલ બનાવવાની માંગ કરવામાં આવી હતી, જેથી કોઈ વ્યક્તિ સાથે તેના લૈંગિક વલણને કારણે ભેદભાવ ન થાય.

Most Popular

To Top