SURAT

પુત્રના જન્મ બાદ સાસરીયામાં છઠ્ઠીના પ્રસંગે નાચતા નાચતા પિતાનું મોત, સુરતની ઘટના

સુરત: સુરતમાં (Surat) ખૂબ જ આઘાતજનક ઘટના બની છે. અહીં પુત્રના જન્મની (Baby Boy Born) ખુશીમાં પિતાનું મોત (Father Death) થયું છે. પુત્રના જન્મ બાદ છઠ્ઠીના પ્રસંગે સાસરીયામાં રાખવામાં આવેલા પ્રસંગમાં યુવક નાચી રહ્યો હતો ત્યારે તેનું એકાએક મોત થયું હતું. યુવક નાયતા નાયતા અચાનક ઢળી પડતા ભાગદોડ મચી ગઈ હતી. સુરતના કોસાડ વિસ્તારમાં આ ઘટના બની હતી.

રાજયભરના છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકથી (Heart Attack) મૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સુરતમાં ખુશીનો પ્રસંગ અચાનક જ માતમમાં ફેરવાઇ ગયો હતો.

  • સુરતના કોસાડમાં ખુશી નો પ્રસંગ માતમમાં ફેરવાયો
  • કોસાડના યુવક કિરણ પુડલીક ઠાકુર નું મોત
  • યુવક કિરણ ઠાકુર ને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યો

કોસાડ ગામ ખાતે કિરણ ઠાકુર નામના વ્યક્તિનું નાચતા નાચતા મોત થતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. કિરણભાઈનું મોત હાર્ટ એટેકથી થયાની આશંકા વ્યક્ત કરાઈ છે.

મળતી માહિતી પ્રમાણે કિરણ કુંડલીકભાઇ ઠાકુર પુત્રના છઠ્ઠી પ્રસંગે સાસરીમાં ગયા હતા. કિરણભાઇ પુત્રની છઠ્ઠીના પ્રસંગમાં તેઓ ડાન્સ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેઓ બેભાન થઇ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડૉકટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

કિરણભાઇના કેસમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તબીબોએ જરૂરી સેમ્પલ લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં નાની ઉંમરમાં રમતાં રમતાં હાર્ટ એટેક આવી જવાના કિસ્સા સામે આવી રહ્યા છે.

Most Popular

To Top