SURAT

મોટા વરાછાના બિલ્ડરે ઝેરી દવા પીતા પહેલાં વીડિયો બનાવી કહી આ વાત

અમદાવાદ: સુરતના મોટા વરાછા વિસ્તારના એક મોટા ગજાના બિલ્ડરે અમદાવાદમાં જીવન ટૂંકાવી લેવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આ બિલ્ડરને હોસ્પિટલમાં દાખલ કરાતા હોસ્પિટલમાં પણ તેણે પોતાની પત્નીના દુપટ્ટાથી મરી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને બચાવી લેવાયો છે. વરાછાના મોટા બિલ્ડરો અને દલાલો હેરાન કરતા હોવાના લીધે આ બિલ્ડરે અંતિમ પગલું ભર્યું હોવાનો એક વીડિયો બનાવી વાયરલ કર્યો છે. આ વીડિયો નજીકના સંબંધીને બિલ્ડરે મોકલ્યો હતો. આ મામલે હાલ અમદાવાદની હાઈકોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.

  • મોટા વરાછામાં રહેતા બિલ્ડર અશ્વિન ચોવટીયાએ અમદાવાદમાં ઝેરી દવા પી જીવન ટુંકાવી લેવાનો પ્રયાસ કર્યો
  • બિલ્ડરને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા તો ત્યાં પણ ફરી પ્રયાસ કર્યો
  • બિલ્ડરે વીડિયો બનાવી નજીકના સંબંધીને મોકલ્યો, દોઢ વર્ષથી પરેશાન હોવાનું કહ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર મોટા વરાછામાં રહેતા બિલ્ડર અશ્વિન ચોવટીયાએ અમદાવાદમાં ઝેરી દવા પી જીવન ટુંકાવી લેવાનો પ્રયા કર્યો હતો. આ બિલ્ડર હાલમાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે તેની હાલત સ્થિર છે. ઝેરી દવા પી લેતા પહેલાં બિલ્ડરે એક વીડિયો બનાવ્યો હતો, જે તેના નજીકના સંબંધીને મોકલ્યો હતો. આ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે પોતાના સંબંધીને કહે છે કે મારી પર જે વીત્યું છે તેની મેં ચિઠ્ઠી બનાવી છે. કોલ રેકોર્ડ પણ કર્યા છે. તેની વિગત ઓફિસના કમ્પ્યુટરમાં છે. તું મેળવી લેજે.

વીડિયો જોવા અહીં ક્લીક કરો

બિલ્ડરે વીડિયોમાં વધુમાં કહ્યું છે કે મને છેલ્લાં દોઢ વર્ષથી હેરાન હતો છે. હું મુશ્કેલીમાં છું. મેં અનેકોવાર જીવન સમાપ્ત કરવાના પ્રયાસ કર્યા પરંતુ મારી પત્નીને તે બાબતનો અંદાજ આવી જતા તે હંમેશા પડછાયાની જેમ મારી સાથે રહેતી તેથી હું તેમ કરી શકતો નહોતો. હવે તક મળી છે તો હું મારું જીવન પુરું કરી દેવા માગુ છું. પરંતુ મને હેરાન કરનારા બચવા જોઈએ નહીં. તમામને સજા અપાવવા વિડીયોમાં વિનંતી કરી હતી. વીડિયોમાં બિલ્ડરે કોઈના નામ લીધા નથી પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર બિલ્ડર દોઢ વર્ષથી આર્થિક મુશ્કેલીમાં હતો. તેને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. તેથી આ પગલું ભર્યું હોય શકે છે. અમદાવાદ પોલીસ હાલ તપાસ કરી રહી છે. આ મામલે બિલ્ડરે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ કસૂરવારોને સજા અપાવવા અપીલ કરી છે.

Most Popular

To Top