Entertainment

તારક મેહતાના જેઠાલાલના ઘરે વહૂ આવી, ધૂમધામથી દિકરાના લગ્ન કર્યા- Video

ટીવી ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા તારક મેહતા (Tarak Mehta) ફેમ દિલીપ જોશીના (Dilip Joshi) પરિવારમાં પુત્રવધૂનો પ્રવેશ થયો છે. દિલીપ જોશીએ પોતાના પુત્રના ભવ્ય લગ્નનું આયોજન કર્યું હતું. પ્રી-વેડિંગ ફંક્શનમાંથી પુત્રવધૂની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. સાથેજ દિકરાની બરાત લઈને જતા દિલીપ જોશીનો વીડિયો પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેતાની વહુ ખૂબ જ સુંદર છે. જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ તેના પુત્રના સંપૂર્ણપણે ગુજરાતી શૈલીમાં લગ્ન કર્યા હતા. ગુજરાતી રીતિ-રિવાજ મુજબ તમામ પ્રસંગોનો આનંદ આ લગ્ન સમારોહમાં જોવા મળ્યો હતો.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના પરિવારમાં વધુ એક નવો સભ્ય ઉમેરાયો છે. હવે દિલીપ જોશીના નાનકડા પરિવારમાં પુત્રવધૂનો પ્રવેશ થયો છે. તાજેતરમાં જ અભિનેતાએ તેના પુત્ર રિત્વિકના લગ્ન ભવ્ય અંદાજમાં કર્યા હતા. દિલીપ જોષીના પુત્રના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા. પ્રી-વેડિંગ ફંક્શનથી લઈને લગ્ન સુધીના તમામ કાર્યક્રમોની ધૂમ વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ ભવ્ય લગ્નનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ દરમિયાન અભિનેતાની સુંદર વહુની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના પુત્ર રિત્વિકના લગ્ન કોઈ શાહી લગ્નથી ઓછા નહોતા. દરેક વ્યક્તિ આઈવરી કલરના વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા. લગ્ન એક ભવ્ય સ્થળે યોજાયા હતા, જેનો નજારો ખૂબ જ સુંદર હતો. તળાવના કિનારે બનેલા રિસોર્ટમાંથી લગ્નનો વીડિયો સામે આવ્યો છે. દિલીપ જોષીનો દીકરો તેની માતા સાથે હાથમાં તલવાર લઈને આગળ ચાલી રહ્યો છે. તેમની પાછળ દિલીપ જોષી દેખાય છે. તેની પાછળ તેની પુત્રી દેખાય છે.

બીજી તરફ સામે આવેલા વીડિયોમાં દિલીપ જોશીની વહુ મહેંદી લગાવતી જોઈ શકાય છે. હલ્દી ફંક્શનની તસવીરો પણ સામે આવી છે. દિલીપની વહુએ મહેંદી પર હેવી ગ્રીન અને મેજેન્ટા રંગનો લહેંગા પહેર્યો હતો. હલ્દી પર તેણીએ પીળો અને સફેદ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો હતો. રિત્વિકની પત્ની ખૂબ જ ક્યૂટ અને ગોળમટોળ દેખાય છે. સામે આવેલા વીડિયોમાં રિત્વિક તેની પત્ની સાથે ખૂબ જ મસ્તી કરતો જોવા મળ્યો હતો. મહેંદી લગાવવા ઉપરાંત બંનેએ સાથે ગરબા પણ કર્યા હતા.

દિલીપ જોશીએ પણ તેમની પુત્રીના લગ્ન આ જ શૈલીમાં કર્યા હતા. તેની તસવીરો પણ વાયરલ થઈ હતી. આ ફંકશન પહેલા મહેંદી અને હલ્દી ફંક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સંગીત ફંક્શનમાં પણ સેલેબ્સનો ધસારો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સ્ટાર કાસ્ટ પણ આવી પહોંચી હતી. આ દરમિયાન દિશા વાકાણીએ પણ ભાગ લીધો હતો. લગ્નના મુખ્ય કાર્યક્રમ ઉપરાંત સંગીત અને હલ્દીની સાથે ગરબા નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top