Dakshin Gujarat

તાપીના ડોસવાડામાં હિંદુસ્તાન ઝીંક કંપનીના વિરોધમાં હિંસક પ્રદર્શન, પોલીસ પર પથ્થરમારો

તાપી: (Tapi) રાજ્યના આદિવાસી જિલ્લા તાપીમાં હિંદુસ્તાન ઝીંક કંપની (Hindustan Zinc Company) મામલે સોમવારે ડોસાવાડામાં (Dosawada) ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા લોક સુનાવણીનું (Public Hearing) આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં આ કંપની દ્વારા ઝીંક કંપનીનો પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. આદિવાસી સમાજ દ્વારા પ્રદૂષણ તેમજ જમીનના હક્કોના મામલે ઉગ્ર વિરોધ (Protest) કરવામાં આવ્યો હતો અને સુનાવણી મોકૂફ કરવાની માંગ કરવામાં આવી હતી. આદિવાસીઓની માંગ હતી કે જીપીસીબીની લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવે અને આ વિસ્તારમાં પર્યાવરણને નુકસાન પહોંચે નહીં એટલે આ પ્લાન્ટ અહીંયા સ્થાપવામાં ન આવે. 

રાજ્યના આદિવાસી જિલ્લા તાપીમાં હિંદુસ્તાન ઝીંક કંપની મામલે સોમવારે ડોસાવાડામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં આ કંપની દ્વારા ઝીંક કંપનીનો પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. આ અંગે અહીંના આદિવાસી સમાજ દ્વારા પ્રદૂષણ તેમજ જમીનના હક્કોના મામલે ઉગ્ર વિરોધ કરાયો હતો જેના પગલે હિંસા ભડકી ઉઠી હતી. સ્થાનિકો દ્વારા હિંસક પ્રદર્શન કરાયું હતું. લોકોએ પોલીસ પર પથ્થરમારો કરવાની સાથે ગાડીઓ ઉંધી વાળી દેવાતા એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો છે. પોલીસે ટોળાને કાબૂમાં લેવા ટીયરગેસના સેલ છોડ્યાં હતાં.

પ્રદર્શન દરમ્યાન હજારોની સંખ્યામાં ટોળાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. બેકાબૂ બનેલા ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠી ચાર્જનો સહારો લીધો હતો. જોકે, લોકોમાં એટલો બધો આક્રોશ હતો કે પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસની ગાડીના કાંચ તોડી નંખાયા હતા. પોલીસના વાહનો ઉંધા વાળી દેવાયા હતા. બેકાબૂ ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના રાઉન્ડ છોડ્યા હતાં. રસ્તા પર હજારોની સંખ્યામાં ઉતરી આવેલા ટોળાએ ઉગ્ર વિરોધ કર્યો હતો.

ઝિંક લિમિટેડ કંપનીની લોક સુનાવણીને લઈ ડોસવાડા ગામે આશરે ૩૦૦થી વધુનો પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. જેની સામે સોનગઢના વિવિધ આદિવાસી સંગઠનો સહિત સામાજિક- રાજકીય આગેવાનો, યુવાઓ મળી આશરે ૪થી ૫ હજાર જેટલાં આદિવાસીઓ સુનાવણી વખતે ઉમટી પડતા બંદોબસ્ત મામલે પોલિસનો પનો ટુંકો પડતા આંદોલન કારીઓ પૈકીનો એક જુથ પોલિસ પર હાવિ થઇ જતા મામલો લોહિયાળ બન્યો હતો. જેમાં ભારે પત્થર મારો થતા સ્થાનિક પોલિસ કર્મીઓ સહિત સુરત અને નવસારીથી આવેલ મહિલા સહિતનાં પોલિસ કર્મીઓ પણ ઘવાયા હતા. આડેધડ ફેંકાઇ રાહેલ પત્થરોથી પોલિસની ગાડીઓની સાથે સાથે આમ નાગરીકોનાં વાહનોનાં કાચનાં ભુક્કા બોલાઇ ગયા હતા. પોલિસની કેટલીક ગાડીઓ ઉંધી વાળી દીધી હતી. જેથી ના છુટકે પોલીસે લાઠીચાર્જ કરી ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. આ પથ્થરમારામાં આશરે ૨૦થી વધુ પોલિસ કર્મી ઘવાયા હોવાનું જાણ્વા મળ્યુ છે.

સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે શરૂ થવા જઈ રહેલી ઝીંક કંપનીની ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા સોમવારે ૧૧ વાગેનાં અરસામાં લોક સુનાવણી રાખવામાં આવી હતી. જેમાં વહિવટી તંત્રનાં જણાવ્યા મુજબ માત્ર ૨૦૦ લોકોનેજ બોલાવવામાં આવ્યા પણ આ લોક સુનાવણીમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ મહિલાઓ સાથે ઉમટી પડ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કર્મીઓને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સુનાવણી દરમિયાન હાઇવેનો કરેલ ચક્કાજામને સુનાવણી મોકૂફની જાહેરાત કર્યા બાદ પણ બંધ રાખતા અકળાયેલ પોલીસ કર્મીઓએ તેઓને હટાવવા માટે ગઇ હતી. પરંતુ સુનાવણીમાં આવેલ આંદોલન કારીઓ પૈકીનાં એક ચોક્કસ જુથે પોલીસ ઉપર પથ્થરમારો કરવાનું શરુ કરતા સમગ્ર વાતાવરણ ઢોહળાયુ હતુ. ધોરી માર્ગનો ટ્રાફિક આ ચક્કાજામને લઈ આશરે ૨ કલાક સુધી ખોરવાયુ હતુ.

Most Popular

To Top