Charchapatra

સંભાલ કે ચલો

રાજકીય હરામખોરી – હરીફાઇમાંથી બહાર નહીં નીકળતા લીડરો, ખાડે ગયેલાં વહીવટીતંત્રો, નકામી મહાનગરપાલિકાઓ, કામચોર-ભ્રષ્ટ કર્મચારીઓ અને બેદરકાર લોકોને કારણે રાહદારીઓને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે અથવા તો અવાંછનીય પરિસ્થિતિમાં ફસાય છે. દરેક આમઆદમી – આમઓરત નિમ્નલિખિત બાબતે રસ્તાઓ – ગલીઓ – પૂલો, ફલાય ઓવરો કે અંડરબ્રિજો પર ચેતીને ચાલે: ટટ્ટી – ઉલટી – દોરીના ગુંચળા -ગંદા ડૂચા – નાળિયેરની કાચલી – કપચી – પથ્થર – ઠળિયા – ડીંટા – નખ – નકામા વાળ – પૂમડાં – પીંછા – સ્ટ્રો – વપરાયેલી રીફીલો – જૂના માસ્ક -ફાટેલા સ્કાર્ફ – કચૂકા – ઠળિયા – બિયાં-છાલ- પોપડાપોપડી – ચીંદરડી – ભંગાર આદિથી દૂર રહે.
અમદાવાદ – જિતેન્દ્ર ઠાકોરલાલ બ્રહ્મભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top