Sports

ક્રિસ ગેઈલે IPLમાં રમવાની ના પાડ્યા બાદ વિશ્વ ક્રિકેટ જગત સફાળું જાગ્યું, ICC એ ક્રિકેટરોને આ સેવા આપવાનું નક્કી કર્યું

આગામી ટી-20 વર્લ્ડકપ (T-20 WorldCup) દરમિયાન ઓમાન અને યુએઇમાં (UAE Bio Bubble ) બાયો બબલમાં ટ્રાવેલ દરમિયાન ખેલાડીઓની મેન્ટલ હેલ્થ (Cricketers Mental Health ) સંબંધિત બાબતોને પહોંચી વળવા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC) સાયકોલોજિસ્ટ (psychologist) ની સેવાઓ લેશે. આઇસીસીની ઇન્ટીગ્રીટી યુનિટના અધ્યક્ષ અને બાયો સિક્યોર વાતાવરણની દેખરેખના પ્રભારી એલેક્સ માર્શલે ગુરૂવારે કહ્યું હતું કે બાયો બબલ ભંગની બાબતો ટીમ મેનેજમેન્ટ જોશે. તેમણે 17 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલી ટૂર્નામેન્ટ દરમિયાન પ્રોટોકોલના કડકાઇપૂર્વકના પાલનની સલાહ આપી હતી.

  • ટી-20 વર્લ્ડકપ દરમિયાન મેન્ટલ હેલ્થ મામલે આઇસીસી સાયકોલોજિસ્ટની સેવા લેશે
  • ટૂર્નામેન્ટ દરમિયાન પ્રોટોકોલના આકરા પાલનની સલાહ આપવા સાથે આઇસીસીએ કહ્યું, બાયો બબલ ઉલ્લંઘનની બાબતો ટીમ મેનેજમેન્ટ જોશે
  • કેટલાક ખેલાડીઓ લાંબો સમયથી બાયો બબલમાં રહેતા આવ્યા છે અને તેથી સ્ટ્રેસ અનુભવતા હશે : આઇસીસી ઇન્ટીગ્રીટી અધ્યક્ષ માર્શલ

એક વર્ચ્યુઅલ વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે કેટલાક લોકોએ એવું સ્વીકારવું પડશે કે અંકુશીત માહોલમાં તેમની મેન્ટલ હેલ્થને અસર થઇ છે. આઇસીસી 25 કલાક સાયકોલોજિસ્ટની સેવાઓ આપશે કે જેથી ખેલાડી જરૂર પડ્યે તેની સલાહ લઇ શકે. તેમણે કહ્યું હતું કે ટીમો પોતાની મેડિકલ ટીમ લઇને આવશે પરંતુ આઇસીસી પણ પોતાના સારા સંસાધન ઉપલબ્ધ કરાવશે. માર્શલે કહ્યું હતું કે આઇસીસી એ સમજે છે કે કેટલાક ખેલાડીઓ લાંબા સમયથી બાયો બબલમાં હોવાથી સ્ટ્રેસ અનુભવતા હશે. તેમણે કહ્યું હતું કે આઇસીસી માત્ર નજીકના પરિવારજનો જેમ કે પત્ની, બાળકો કે સાથીને ખેલાડી સાથે રહેવાની મંજૂરી આપશે.

છેલ્લા એક વર્ષથી ક્રિકેટર્સ કોવિડ-19ની ગાઈડલાઈન અનુસાર બાયોબબલના નિયમોનું પાલન કરી રહ્યાં છે, જેના લીધે માનસિક રીતે થાકી ચૂક્યા છે. ખેલાડીઓને એક ટુર્નામેન્ટથી બીજા ટુર્નામેન્ટમાં રમવા માટે ટ્રાવેલ કરવું પડે છે. ટ્રાવેલિંગ બાદ જે તે દેશના નિયમો અનુસાર કોરેન્ટીન થવું પડે છે અને ત્યાર બાદ પણ બાયોબબલ હેઠળ કશે અવરજવર કરી શકતા નથી.

ક્રિસ ગેઈલે બાયોબબલમાંથી બહાર રહેવા IPL માં રમવાનો ઈન્કાર કરી દીધો હતો

તાજેતરમાં WestIndies ના સ્ટાર ખેલાડી ક્રિસ ગેઈલે (Chris Gayle) IPL માં રમવાની ના પાડી દીધી હતી. તે T-20 વર્લ્ડકપ પહેલાં થોડો સમય બાયોબબલમાંથી બહાર રહેવા માંગતો હતો. પોતાના પરિવારજનો સાથે સમય પસાર કરવા માંગતો હતો. આ જ રીતે અન્ય પણ કેટલાંક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પોતાના પરિવારજનો સાથે સમય પસાર કરવા ટુર્નામેન્ટ છોડી રહ્યાં છે. પરિવારથી દૂર રહેવાના લીધે ક્રિકેટરોના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે.

Most Popular

To Top