Dakshin Gujarat Main

કરોડોમાં આળોટતા સંદીપ માંગરોલાને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો!

વાલિયા ગણેશ સુગરના પૂર્વ ચેરમેન (Valia Ganesh Sugar Past Chairman And Congress Member) અને કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાની (Sandeep Mangrola 85 crore scam) 85 કરોડના આર્થિક કૌભાંડના મામલામાં આજરોજ વાલિયા સિવિલ કોર્ટ ખાતે લાવતા એકઠા થયેલા ખેડૂત સભાસદોએ તેઓ પર ફરિયાદ ખોટી રીતે થઈ હોવાના આક્ષેપ કર્યા હતા.

વાલિયાની વટારીયા શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ આગેવાન સંદીપસિંહ માંગરોલા સહિત 8 લોકો સામે 85 કરોડની ઉચાપતના ગુનામાં સોમવારે તત્કાલીન ચેરમેનની ધરપકડ બાદ ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સહકારી અને રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો. વાલિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાયા બાદ સોમવારે બપોરે સંદીપ માંગરોલાની ધરપકડ કરાઈ હતી અને તેઓને મંગળવારે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા અને 10 દિવસના રિમાન્ડની માંગણી કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

  • વાલિયા પોલીસે ગુરૂવારે કોર્ટમાં રજુ કરી 9 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી
  • વાલિયા સિવિલ કોર્ટ બહાર ભેગા થયેલા ખેડૂત સભાસદોએ તેઓ સામે ખોટી ફરિયાદ કરાઈ હોવાના આક્ષેપો કર્યા

ગુરૂવારે સંદીપ માંગરોલાના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે વાલિયા સિવિલમાં રજૂ કર્યા હતા તે દરમિયાન મોટી સંખ્યામાં કોર્ટ બહાર એકત્રિત થયેલા ખેડૂત સભાસદોએ સંદીપ માંગરોલા સામે ખોટી રીતે ફરિયાદ થઈ હોવાના આક્ષેપ કરી સુગરના બીજા હપ્તાના નાણાં ચૂકવતા પહેલા પૂર્વ ચેરમેનની અટકાયત કરી છે જે તદન ખોટી છે અને તેઓની ધરપકડ થતાં ખેડૂતોનો બીજો હપ્તો અટવાય પડ્યો છે ત્યારે ફરિયાદ કરનાર સભાસદ ખેડૂતોને બાકીના નાણાં આપે તેવી માંગ કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસે તપાસ અર્થે વધુ 9 દિવસના રિમાન્ડની કરેલી માંગણી ના મંજુર કરી સબજેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. ભરૂચ સેશન્સ કોર્ટમાં તેઓ હવે જામીન માટે અરજી કરી શકે છે.

શું છે સમગ્ર મામલો?

શ્રી ગણેશ સુગર ફેકટરીના સભાસદ પુષ્પેન્દ્રસિંહ સુણવા દ્વારા કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે વટારિયા સુગર ફેકટરીના ચેરમેન સંદીપ ઉર્ફે સુરજિતસિંહ માંગરોલા તથા અન્ય આરોપીઓએ ખેડૂતોનાં નાણાં અંગત સ્વાર્થ માટે વાપરીને સુગર ફેકટરી સાથે આશરે 85 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ 2008-09થી 2019-20ના સમયગાળામાં સુગર ફેકટરીના ચેરમેન સંદીપ માંગરોલાએ ખાંડ તથા મોલાસીસનું વેચાણ પોતાની અંગત પેઢી મારફત કરી સંસ્થા સાથે છેતરપિંડી કરી છે.

સુગર ફેકટરીને ખાંડ કે મોલાસીસના જે ઓર્ડર મળે એની પૂરેપૂરી રકમ એડવાન્સમાં લેવાની હોય છે અથવા પૂરેપૂરી રકમ સંસ્થાના બેંક ખાતામાં આરટીજીએસ કરવાની હોય છે, પણ ચેરમેન સંદીપ માંગરોલા તથા તેમના મળતિયાઓએ આ રકમ તેમના અંગત બેંક ખાતાંમાં જમા કરાવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચેરમેને પોતાના હોદ્દાનો દુુરુપયોગ કરી લોન આપવામાં પણ ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top