SURAT

10 વર્ષ બાદ ટેસ્ટટ્યુબ બેબીથી માતા-પિતા બનવાની હરખ, સારવાર હેઠળ કસુવાવડે જન્મેલા ત્રણેય બાળકોના મોત

સુરત: ટેસ્ટ ટ્યુબ બેબી (Testtube baby) સારવારથી સગર્ભા (Pregnant) બનેલી સિંગણપોરની મહિલાએ કસુવાવડમાં (Delivery) ત્રણ બાળકોને જન્મ આપ્યા બાદ ત્રણેયના મૃત્યુ (Death) થયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એટલું જ નહીં પણ 10 વર્ષ સુધી સંતાન સુખ માટે અનેક ઉપાયો કર્યા બાદ ગોસ્વામી પરિવારે ટેસ્ટ ટ્યુબ બેબી સારવારથી સંતાન સુખ મેળવવાનો નિર્ણય કર્યો હતો. ડોક્ટરોએ (Doctor) કહ્યું હતું કે બાળક નીચે ઉતરી આવ્યા હોવાથી નોર્મલ પ્રસુતિ થઈ જશે કહ્યા બાદ ઉપરા ઉપરી ત્રણેય બાળકોની ડીલેવરી થઈ ગઈ હોવાનું પરિવારે જણાવ્યું હતું.

રામવીર ગોસ્વામી (કુસમાબેનના પતિ) એ જણાવ્યું હતું કે તેઓ રાજસ્થાનના વતની છે. રીક્ષા ચલાવી ગુજરાન કરી રહ્યા છે. લગ્નના 10 વર્ષ સુધી નિઃસંતાન રહ્યા એજ એક દુઃખ છે. સંતાન પ્રાપ્તિ માટે અનેક ઉપાયો કર્યા, ભગવાનના પગથિયાં ચઢ્યા, બાધાઓ લીધી છતાં સંતાન સુખથી વંચિત રહેતા આખરે ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર કરાવવાનો નિર્ણય લીધો હતો. એટલું જ નહીં પણ ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ પણ સંતાન સુખ માટે ટેસ્ટ ટ્યુબ બેબી સારવારને બેસ્ટ નિર્ણય ગણાવ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, કાપોદ્રના એક ગાયનેકોલીજીસ્ટ પાસે ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર શરૂ કરાવ્યા બાદ તેમની પત્ની કુસમા પહેલી વાર સગર્ભા બની હતી. બસ બધું જ બરાબર ચાલી રહ્યું હતું. નિયમિત સમયે ડોક્ટરોની સલાહ સુચન લેતા હતા. બન્નેને માતા-પિતા બનવાની હરખ પુરી થતી દેખાય રહી હતી. કુસમાં ને 6 ઠ્ઠો મહિનો ચાલી રહ્યો હતો. અચાનક પેટમાં દુખાવો ઉપડતા 22 મી એ દાખલ થઈ ગયા હતા.

સોનોગ્રાફી બાદ ડોક્ટરોએ કહી દીધું કે બાળક ગર્ભાશયમાં નીચે ઉતરી રહ્યું છે. બસ આ સાંભળી હૃદય બેસી ગયું હતું. તમામ ઉપાયો કરી બાળકને બચાવી લેવાની કોશિશ પણ નિષફળ ગઈ હતી. આખરે કુસમાએ કસુવાવડમાં એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યા બાદ ત્રણેયના ઉપરા ઉપરી મૃત્યુ થયા હતા. એકને બચાવી શકાય એવી આશ જાગતા સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં પણ મોડું થઈ ગયું બાળક મૃત્યુ પામ્યો હોવાનું કહી દેવાયું હતું. સાહેબ ત્રણેય પુત્ર હતા. બસ સંતાન સુખ હવે મળશે કે કેમ એજ સતાવી રહ્યું છે.

Most Popular

To Top