SURAT

સ્ટેટ GST વિભાગના એનીમેશન મલ્ટીમીડીયા ઇન્સ્ટીટ્યુટસમાં દરોડા : રૂ. 5.70 કરોડની કરચોરી મળી

સુરત: સુરત (Surat) સ્ટેટ જી.એસ.ટી (State GST) વિભાગ દ્વારા માર્કેટ ઇન્ટેલિજન્સ તથા સિસ્ટમ બેઝ્ડ એનાલીસીસના આધારે સંશોધનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ધ્યાને આવ્યું હતું કે, એનીમેશન મલ્ટીમીડીયા ઇન્સ્ટીટ્યુટસના સંચાલકો દ્વારા જીએસટી કમ્પલાયન્સ યોગ્ય રીતે કરવામાં આવતું નથી. આ સેકટરમાં અપાતી સર્વિસ મુજબ વેરો ભરવામાં આવતો નથી. જેથી વિભાગ દ્વારા મલ્ટીમીડિયા, એનિમેશન તથા અન્ય કોમ્પ્યુટર કોર્સિસના કોચિંગ ની સેવાઓ પૂરી પાડતા કૂલ 15 પ્રાઇવેટ ઇન્સ્ટીટ્યુટસના કૂલ 39 સ્થળો ખાતે તા. 26/7/2023 થી તપાસની (Raid) કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

  • સંચાલકો દ્વારા જીએસટી કમ્પલાયન્સ યોગ્ય રીતે કરવામાં આવતું નથી
  • આ સેકટરમાં અપાતી સર્વિસ મુજબ વેરો ભરવામાં આવતો નથી
  • સ્થળ તપાસની કાર્યવાહીમાં આધારિત કૂલ રૂ. 5.79 કરોડની કરચોરી મળી આવી

તપાસની કાર્યવાહીમાં ઘણા એનીમેશન મલ્ટીમીડીયા ઇન્સ્ટીટ્યુટસ જીએસટી કાયદા હેઠળ નોંધણી નંબર લેવા જવાબદાર હોવા છતાં નોંધણી નંબર મેળવ્યો ન હોવાનું સામે આવ્યું હતું. વેરો ભરવાનું ટાળ્યું હતું. આ પેઢીઓના હિસાબી સાહિત્ય, બેન્ક સ્ટેટમેન્ટ, લોકર વગેરેની સધન ચકાસણીની કાર્યવાહી કરવામાં આવી છે. ચકાસણીમાં ધ્યાને આવ્યુ હતું કે, ઇન્સ્ટીટ્યુટસ દ્વારા વિધાર્થી તથા બેચની સંખ્યા તથા ફી રકમ છુપાવવામાં આવે છે. આ ઉપરાંત વિધાર્થીઓ પાસેથી ફી રોકડેથી વસૂલ કરી તેના ઉપર ભરવાપાત્ર વેરો ભરવામાં આવતો ન હોવાનું બહાર આવ્યુ છે.

સ્થળ તપાસની કાર્યવાહીમાં આધારિત કૂલ રૂ. 5.79 કરોડની કરચોરી મળી આવી છે. જે પૈકી રૂ. 2.75 કરોડની વસુલાત કરવામાં આવી છે. બાકીની વસુલાતની કાર્યવાહી હાલ ચાલુ છે. સરકારી રેવન્યુની સલામતી માટે સ્થાવર/જંગમ મિલકતો ઉપર કામ ચલાઉ ટાંચ મુકવામાં આવ્યો છે.

Most Popular

To Top