SURAT

સ્મીમેરમાં 6 દિવસના બાળકનું ડોક્ટરોની બેદરકારીથી મોત : પરિવારનો આરોપ

સુરત: સુરત સ્મીમેર હોસ્પિટલ માં એક 6 દિવસનું બાળક ડોક્ટરોની બેદરકારીથી મોત ને ભેટ્યો હોવાનો પરિવારે આરોપ મુકતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ નવજાત બાળક માટે મંગાવેલું બ્લડ બે કલાક મૂકી રાખ્યા બાદ બાળક મૃત્યુ પામ્યો હોવાની પરિવાર ને જાણ કરાઈ હોવાનો આરોપ મુકવામાં આવ્યું છે. ડોક્ટરોના ઉપરા ઉપરી જુઠ્ઠાણું સામે આવતા પરિવારે બાળકનું પોસ્ટ મોર્ટમ સુરત સિવિલ હોસ્પિટલ માં કરાવવાનો નિર્ણય કરી સિવિલ લઈ આવતા હોબાળો મચી ગયો છે.

શેખ અરબાઝ મજીદ (માસુમ બાળકના પિતા) એ કહ્યું હતું કે તેઓ વેડ દરવાજા મન્નત બિલ્ડીંગમાં રહે છે અને લીફ ફિટિંગ (એરેક્ટર) ના કામકાજ સાથે જોડાયેલા છે. લગ્ન ન દોઢ વર્ષમાં આ પહેલું બાળક (પુત્ર) એ જન્મ લીધું હતું. સ્મીમેર હોસ્પિટલમાં 11 મી એ રાત્રે મધરાત્રે 3:10 મિનિટે બાળકના જન્મ બાદ ડોક્ટરો એ શુક્રવારે રજા આપી દેવાની વાત કરી હતી. ત્યારબાદ મંગળવારે રાત્રે 10 વાગે ફોન પર માતા-બાળકનું બ્લડ જોઈએ છે ટેસ્ટ માટે મોકલવાના છે કહેવામાં આવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, માતા-પુત્ર બન્ને દાખલ હતા. તેઓ પત્નીનું બ્લડ લઈ ટેસ્ટ માટે લેબમાં ગયા હતા. ત્યારબાદ પરત આવતા બાળકના લોહીના નમૂના લઈ તેમને લેબમાં મોકલવામાં આવ્યા હતા. ડોક્ટરો એવું જ કહેતા હતા કે બાળકમાં લોહી ઓછું છે ચઢાવવું પડશે, લેબ વાળા કહેતા હતા રાત્રે 12 વાગે આવજો બાળકના બે સેમ્પલમાંથી પહેલું કયું લોહી જોઈએ ડોક્ટર પાસે લખાવી લાવજો, લોહી લેવા ગયો તો લેબમાં એક કલાક બેસાડી રાખ્યો હતો. ડોક્ટરો કહેતા હતા કે અરજન્ટમાં લોહી ચઢવાનું છે. લોહી આપી ને હું ઘરે આવી ગયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે માતા, બાળકના દાયપર ચેન્જ કરવા સવારે 4 વાગે ICU માં ગયા હતા. બાળક ને બ્લડ ચઢાવ્યા વગર રાખી મુક્યો હતો. આજે સવારે 6 વાગે ફોન આવ્યો, બાળક ગંભીર છે ધબકારા નથી ચાલતા એમ કહી 10 મિનિટ બાદ કહ્યું તમારું બાળક મૃત્યુ પામ્યું છે. રાત્રે ડોક્ટરો પણ ICU માં ન હતા. બસ અમે તાત્કાલિક પોલીસ વરાછા જાણ કરી હતી. પોલીસે અમારા નિવેદન લીધા બાદ PM કરાવવાની વાત કરી હતી. જોકે ડોક્ટરોના ઉપરા ઉપરી જુઠ્ઠાણા સાંભળી અમે સ્મીમેરમાં પોસ્ટ મોર્ટમ સામે વાંધો ઉપાડ્યો હતો.અને બાળકના મૃત્યુનું સાચું કારણ જાણવા મૃતદેહ સિવિલ લઈ આવ્યા હતા. સિવિલમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ મૃત્યુનું કારણ ખબર પડશે એવું સિવિલના ડોક્ટરો જણાવી રહ્યા છે.

Most Popular

To Top