SURAT

પતિ નોકરીએ જાય ત્યાર બાદ જેઠ ઘરે આવતો અને વારંવાર એ કરવા કહેતો જે..

સુરત : સચિનમાં રહેતી 19 વર્ષીય યુવતી સાથે તેના કૌટુંબિક જેઠએ બળાત્કાર ગુજારતા પોલીસ ફરિયાદ થઇ હતી. યુવતીએ પોતાના પતિને જાણ કરીને વતનમાં ગયા બાદ જેઠની સામે ઝીરો નંબરથી ફરિયાદ આપતા આ ફરિયાદને સચિન પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

  • યુવતીએ પોતાના પતિને વાત કરતા જેઠ મોબાઇલ બંધ કરી વતન ભાગી ગયો
  • યુવતીએ પણ વતનમાં જઇને ઝીરો નંબરથી ફરિયાદ આપતા સચિન પોલીસે પાસ શરૂ કરી

પ્રાપ્ત વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશના સિધી જિલ્લાના બહરી તાલુકાનો વતની અને સુરતમાં સચિન હોજીવાલા વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો 26 વર્ષીય રવિ કુશ્વાહાએ પોતાના વતનથી તેના ભાઇ અને ભાભીને સુરતમાં નોકરી માટે બોલાવ્યા હતા. ત્રણ મહિના પહેલા જ 19 વર્ષીય યુવતી તેના પતિ સાથે સુરતમાં રહેતી હતી. તેનો પતિ નોકરીએ જાય ત્યારે યુવતીનો જેઠ રવિ કુશ્વાહા ઘરે આવતો હતો અને યુવતી સાથે રેપ કરતો હતો. રવિનો ત્રાસ વધી જતા આખરે યુવતીએ તેના પતિને વાત કરી હતી. આ વાતની જાણ રવિને થઇ જતા તે મોબાઇલ બંધ કરીને પોતાના વતન ભાગી ગયો હતો. બીજી તરફ યુવતી પણ તેના પતિ સાથે વતનમાં જતી રહી હતી. અને ત્યાં ઝીરો નંબરથી જેઠ રવિ કુશ્વાહાની સામે બળાત્કારની ફરિયાદ આપી હતી. આ ફરિયાદને સચિન પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવતા પોલીસે રવિ કુશ્વાહાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના કહેવા પ્રમાણે યુવતીના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી તેઓ સુરતમાં રોજગારી માટે આવ્યા હતા. પંરતુ અહીં યુવતીના કૌટુંબિક જેઠે તેની ઉપર દાનત બગાડીને વારંવાર બળાત્કાર ગુજારતો હતો.

સગીરા સાથે બળાત્કાર કર્યા બાદ ઘર બદલીને રહેતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો
સુરત : સરથાણામાં પાડોશમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ જાન્યુઆરી-2022માં સરથાણા વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને પાડોશમાં જ રહેતો મેહુલ ઉર્ફે લાલુ વિનોદભાઇ સોલંકીએ લગ્નની લાલચ આપીને ભગાડી લઇ ગયો હતો. સગીરાની સાથે બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો હતો. સગીરા પોતાના ઘરે આવ્યા બાદ મેહુલની સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. ફરિયાદ નોંધાતાની સાથે જ મેહુલ ઘર છોડીને બીજે રહેવા જતો રહ્યો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મેહુલને પકડી પાડીને તેની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મેહુલ અગાઉ લિંબાયતમાં દારૂના કેસમાં પકડાયો હતો અને તેની ધરપકડ પણ થઇ હતી.

Most Popular

To Top