Surat Main

મહિલા PSIનું પ્રેમ પ્રકરણ સુરત પોલીસમાં ભારે ચર્ચા જગાવી રહ્યું છે: પોલીસ બેડામાં પણ લવ જેહાદના મામલાથી ચકચાર

સુરત : સુરતમાં (Surat) એક મહિલા પીએસઆઈનું (Women PSI) પ્રેમ પ્રકરણ (Love Affair) આજકાલ ભારે ચર્ચામાં છે. મહિલા પીએસઆઇએ પ્રેમી સાથે લગ્ન (Merriage) કરી લેતા મામલો સમગ્ર પોલીસ (Police) બેડામાં ભારે ચકચાર જગાવી રહ્યો છે.

આ પ્રકરણની જાણવા મળતી વિગત પ્રમાણે લવ જેહાદ (Love Jehad) હવે પોલીસ વિભાગમાં પણ પહોંચી ગયો છે. સુરત શહેર પોલીસના સમૃદ્ધ ગણાતા વિસ્તારમાં આવેલી એક પોલીસ ચોકીમાં મેડમ પીએસઆઇનો પ્રણયફાગ ભારે ચર્ચા જગાવી રહ્યો છે. આ મેડમ તેમના પ્રેમી સાથે પોલીસ ચોકીના દરવાજા બંધ કરીને બેસતા હોવાની વાત છેલ્લાં કેટલાય સમયથી ચર્ચામાં હતી. તેમની સાથે કામ કરતાં સ્ટાફમાં પણ હવે આ મામલે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. મેડમનો પ્રેમી આવે એટલે સ્ટાફે ઓફિસ છોડી દેવી પડતી હતી. આ ઉપરાંત મેડમનો પ્રેમી પણ પોલીસ સ્ટાફ પાસે સલામી લેવડાવતો હતો.

આ વાત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી હતી. પીએસઆઇ મેડમને સમજાવવામાં આવ્યા હોવા છતાં આ મેડમ સમજ્યા ન હતાં. દરમિયાન મેડમએ પોતાના પ્રેમી સાથે મેરેજ કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોલીસ સામે જ લવ જેહાદ નો મામલો ઉભો થયો હોવાની ચર્ચા છે. ગુજરાતમાં લવ જેહાદના નવા કાયદા પછી મહિલા પીએસઆઇ વિવાદમાં છે. ત્યારે પોલીસે અધિકારીઓ માટે આ પ્રકરણ વિવાદિત રહેશે તે ચોક્કસ છે.

લવજેહાદના મામલાથી સમાજ પરેશાન છે. આવા કિસ્સાઓને ડામવાની જવાબદારી પોલીસ પર છે ત્યારે સુરતના પોલીસ વિભાગમાં જ લવજેહાદનો કિસ્સો બનતા ચકચાર મચી ગઈ છે. વળી, પીએસઆઈ કક્ષાના મહિલા અધિકારી આ લવ જેહાદના કિસ્સામાં સંડોવાયેલા હોવાથી સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ચિંતામાં ગરક થઈ ગયા છે. અનેકોવાર સમજાવવા છતાં મહિલા પીએસઆઈ માની રહ્યાં નહોતા ઉચ્ચ અધિકારીઓની ચિંતા વધી રહી છે.

Most Popular

To Top