Charchapatra

વાંક કોનો, સજા કોને?

ગ્રાહકની હાલત દિવસે દિવસે બદતર બનતી જાય છે. બજાર, રેલવે, શૈક્ષણિક ક્ષેત્ર, બેંકિગ વિભાગ કે પછી જાહેરજનતા સાથે સંકળાયેલ અન્ય વિભાગો. દુકાનદારે પરત કરેલ બેલેન્સના રૂપિયા 200 નકલી, બનાવટી નીકળ્યો, બેંક બદલવાની ના પાડે અને રદ-બાતલ કરી દે યા ફાડ નાખે ખોટ તો ગ્રાહકને જ જાય! વિના વાંકે, અન્ય સગવડો ગ્રાહનકને પ્રદાન કરવામાં સુધ્ધા મંથરગતી બંડલમાં 100 ની નોટ બે પીસ નીકળે બીજે દિવસે બદલાવવા જાય તો અણગમો સાથે વાકપ્રહાર. મોટી રકમ હોય, આજુબાજુ કેવાં ગ્રાહકો છે તેની ખબર જ નથી, તો કાઉન્ટર પર ગ્રાહક સખત ગીરદીમાં રકમ ચેક કેવી રીતે કરી શકે? ‘‘તમારી નોટ પડી ગઈ..’’ જેવા શબ્દોનો ઉપયોગ કરી ગણતરી કરતો ગ્રાહક વધુ ખોટ ભોગવે. રકમ ગુમાવે.

બેકીંગ સેવાના સંદર્ભે એટલી નોંધ જરૂર લેવી પડે કે સહકારીબેંકો સાચા અર્થમાં ગ્રાહકને દીલથી સહકાર આપે છે. સ્ટાફ વિના કામનો ઉકેલ પણ ઝડપથી થાય. બે ત્રણ દિવસની રજાઓ વિત્યા પછી ઘસારો જબરજસ્ત હોય, તેમ છાં કામનો ઉકેલ સહકારી બેંકોમાં ઝડપથી અનુભવાય છે. ગ્રાહકને મળતાં ઉત્તરો પણ સંતોષકારક અને વિનયભર્યા હોય સાથે ઝડપી નિકાલ.
અડાજણ – કમુદભાઈ બક્ષી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top