SURAT

રસ્તા પર ભેગા થયેલા કોંગ્રેસી કાર્યકરોને સુરત પોલીસ ટીંગાટોળી કરી ઊંચકી ગઈ

સુરત: દિલ્હીના (Delhi) રાજકારણના (Politics) પડઘા સુરતમાં (Surat) પડ્યા છે. સંસદમાંથી (Parliament) 142 સાસંદોને સસ્પેન્ડ (MP Suspend) કરી દેવાના મામલે જ્યાં એક તરફ આજે સવારથી દિલ્હીના જંતર મંતર પર વિપક્ષના સભ્યો ધરણાં પ્રદર્શન પર બેઠાં છે ત્યાં બીજી તરફ સુરતમાં પણ કોંગ્રેસ અને આપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શનનો (Protest) પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ટીંગાટોળી કરી તમામની અટકાયત (Detain) કરી હતી.

  • સંસદમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે સુરતમાં વિરોધ પ્રદર્શન
  • કોંગ્રેસના કાર્યકરોએ ઉધના દરવાજા પર ભેગા થઈ ધરણાં પ્રદર્શન કર્યા
  • સુરત પોલીસે ટીંગાટોળી કરી કોંગ્રેસી કાર્યકરોને ડિટેઈન કર્યા

આજે 22 ડિસેમ્બરના રોજ સુરત કોંગ્રેસ દ્વારા ઉધના વિસ્તારમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંસદમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોદી સરકાર દ્વારા જાહેર લોકશાહીના પાયા પરના આકરા હુમલાનો ઉગ્ર પ્રયાસ કર્યો હોવાના મુદ્દે વિરોધ પ્રદર્શન ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા,ઉધના દરવાજા ખાતે કરવામાં આવી રહ્યું હતું. જેના પગલે પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતાં.

કોંગ્રેસના કાર્યકારી શહેર પ્રમુખ ભુપેન્દ્ર સોલંકીએ કહ્યું કે, દેશમાં કાયદા અને વ્યવસ્થાની દશા ખૂબ જ ખરાબ છે. સંસદમાં પણ કાયદાની રખેવાળી થતી નથી. સંસદની સિક્યુરીટીમાં ગાબડા પાડી હુમલાખોરો ઘુસી જાય છે, અરાજકતા ફેલાવે છે અને આ મામલે સવાલ પૂછવામાં આવે ત્યારે સાંસદોને સસ્પેન્ડ કરી દેવાય છે.

સાંસદોને સસ્પેન્ડ કરાયા તે લોકશાહી પર ઘા છે. સરકારના આ કૃત્યના વિરોધમાં આજે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે ઉભા રહીને બંધારણના થતાં ઉલ્લંઘનને લઈને ધરણા કરતાં હતાં. પરંતુ પોલીસનો દુરુપયોગ કરતી આ ભાજપ સરકારે અટકાયત કરાવી છે.

Most Popular

To Top