Dakshin Gujarat

પ્રેમીકાના અંગત ફોટા વાઈરલ કરવાની ધમકી આપનાર રત્નકલાકાર વિરૂદ્ધ ફરિયાદ

વલસાડ : સુરતના (Surat) રત્નકલાકારે તેની પ્રેમીકાને મજબૂર કરી તેનું શોષણ કર્યું હતુ તેમજ તેના ફોટા વાઇરલ (Photos Viral) કરવાની ધમકી આપી રહ્યો હતો. જેના પગલે વલસાડ (Valsad) સાયન્સ કોલેજની (Science Collage) વિદ્યાર્થિની એવી તેની પ્રેમીકાએ આપઘાત કરતા તેની માતાએ રત્નકલાકાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ગત ઓગષ્ટ માસમાં વાંસદા રહેતા એક પરિવારની યુવતી અને વલસાડ સાયન્સ કોલેજમાં ટીવાયબીએસસીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ વેડછા રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર પુરપાટ ઝડપે આવતી એક ટ્રેન સામે પડતું મુકી આપઘાત કર્યો હતો.

ફોટા તેના ભાઇને મોકલવાની ધમકી આપી બ્લેક મેલ કરતો હતો
આ ઘટના બાદ તેના પરિવારજનોને તેનો મોબાઇલ મળ્યો હતો. જેનું લોક ખોલાવ્યા બાદ તેમાં વોટ્સેપ ચેટ જોતાં આપઘાતનો મામલો બહાર આવ્યો હતો. આ આપઘાત યુવતીએ તેના પ્રેમી મહેશ ઉર્ફે માહી ઉર્ફે મયલો નરસિંહ સાંખટ (ઉવ-20 રહે.વરાછા સુરત) ના ત્રાસથી કર્યો હોવાનું જાણવા મળ્યું હતુ. મયલો તેને વોટ્સેપ પર અંગત ફોટા તેના ભાઇને મોકલવાની ધમકી આપી બ્લેક મેલ કરતો હતો. તેમજ હેરાન પરેશાન કરતો હતો. જેના પગલે તેણીએ આ પગલું ભર્યું હતુ. ત્યારે આ બનાવ સંદર્ભે યુવતીના પિતાએ ગતરોજ વલસાડ રેલવે પોલીસ મથકે મયલા વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે મહેશ ઉર્ફે મયલા વિરૂદ્ઘ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સગાઇ તૂટવાની અદાવતમાં વલસાડના નાની ભાગલમાં બે મોપેડ સળગાવી દેવાઇ
વલસાડ : વલસાડના નાની ભાગલ ગામે બે મોપેડ કોઇ વ્યક્તિ સળગાવી ગયું હતુ. વાહનો સળગાવવાની ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. આ મોપેડ 6 વર્ષ અગાઉ ઘરની યુવતી સાથે સગાઇ તૂટવાના બદલામાં સળગાવાઇ હોવાની શંકા પોલીસ ફરિયાદમાં કરાઇ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ નાની ભાગલ ગામે રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા ધર્મેશ ખંડુ ટંડેલના ઘરની બે મોપેડ (GJ-15-DK-6941) અને (GJ-15-DC-2885) રાત્રી દરમિયાન કોઇએ લઇ જઇ થોડે દૂર જઇ સળગાવી દીધી હતી. ત્યારે ધર્મેશે આ સંદર્ભે પોલીસ ફરિયાદ કરતા જણાવ્યું કે, તેની બહેનની 6 વર્ષ અગાઉ શૈલેષ ક્રિષ્નું ટંડેલ સાથે સગાઇ કરી હતી, જે તૂટી જતા શૈલેષે તેમને ધમકી આપી હતી કે, તેની બહેનને જો મોપેડ પર જતા જોશે તો મોપેડ જ સળગાવી દેશે. ત્યારે આ ધમકીના કારણે મોપેડ શૈલેષે જ સળગાવી હોવાની ફરિયાદ ધર્મેશે કરી છે. જેના પગલે પોલીસે શૈલેષ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top