SURAT

શ્વાનને બચાવવા જતા વરાછાની ડાયમંડ પેઢીનો કર્મચારી બાઈક લઈ બસ સાથે ધડાકાભેર અથડાયો અને…

સુરત: સુરતના (Surat) ભેસ્તાન (Bhestan) સિદ્ધાર્થ નગર BRTS બસ રૂટમાં શ્વાનને (Dog) બચાવવા ગયેલો યુવક બસ પાછળ ધડાકાભેર અથડાતા ગંભીર રીતે ઘવાયો હતો. જોકે આ દુર્ઘટનામાં શ્વાનનું મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્ત યુવકને 108ની મદદથી સારવાર માટે સિવિલ લવાયા વરાછાની ડાયમંડ પેઢીનો ડેટા ઓપરેટર હોવાનું સામે આવ્યું હતું.

મેહુલ ( 108 પાયલોટ, ભેસ્તાન લોકેશન) એ જણાવ્યું હતું કે કોલ લગભગ 8 વાગ્યાનો હતો. BRTS રૂટ માં બ્લ્યુ બસ પાછળ બાઇક સવાર ઈસમ ઘુસી જતા ગંભીર રીતે ઘવાયો હોવાનું જાણવા મળ્યું હતું. ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી જતા એક યુવક રસ્તા પર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો હતો. તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવતા તેને ગંભીર ઇજા હોવાનું સામે આવ્યું હતું.

નવીન નંદકિશોર શર્મા (ઇજાગ્રસ્ત યુવક) એ જણાવ્યું હતું કે તેઓ વરાછા ની ડાયમંડ કંપનીમાં ડેટા ઓપરેટર તરીકે કામ કરે છે આજે સવારે કામ પર જવા નીકળ્યા હતા. ત્યારે સિદ્ધાર્થ નગર BRTS રૂટ માં અચાનક લોખડ ની જાળી માંથી શ્વાન દોડી આવતા એને બચાવવામાં બસ પાછળ ઘુસી ગયો હતો. ત્યારબાદ ભાન માં આવ્યો તો આંખ ની ઉપર અને છાતીમાં ઇજા થઇ હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો. 108ના કર્મચારી એ કહ્યું કે બાઇક અડફેટે શ્વાન નું મોત થયું એ સાંભળી દુઃખ થયું હતું. મારા પરિવારમાં માતા-પિતા, એક બહેન અને હું એકનો એક દીકરો છું.

વાંકાનેરમાં કારની ટક્કરથી મોપેડસવાર બે યુવકને ગંભીર ઇજા
બારડોલી: બારડોલીના વાંકાનેર ગામની સીમમાં પટેલ ફાર્મ નજીક બારડોલી વાલોડ રાજ્ય ધોરી માર્ગ પર પૂરઝડપે આવતી એક કારે મોપેડને ટક્કર મારતાં મોપેડ સવાર બે યુવકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બંને યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના સુરતી ઝાંપા વિસ્તારમાં હિદાયતનગરમાં રહેતો રવિ સુરેશ વસાવા (ઉં.વ.20) રવિવારે રાત્રે 8 વાગ્યે પોતાના મિત્ર આકાશ સુરેશ રાઠોડ (ઉં.વ.25) સાથે મોપેડ પર વાલોડ જવા નીકળ્યા હતા. આકાશના કોઈ સંબંધીને મળવા માટે જઇ રહ્યા હતા, એ સમયે આફવા અને વાંકાનેરની વચ્ચે વાંકાનેર ગામની સીમમાં પટેલ ફાર્મ પાસે સામેથી પૂરઝડપે આવતી એક કારના ચાલકે ઓવરટેક કરવાની લાયમાં તેની કાર મોપેડ સાથે ધડાકાભેર અથડાવી દીધી હતી.

આ અકસ્માતમાં રવિ અને આકાશ ઊછળીને રોડ પર પટકાતાં બંનેને ગંભીર ઇજા પહોંચી હતી. સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સમાં બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં આકાશને માથાના ભાગે વધુ ઇજા હોય તેને વધુ સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ કારચાલક કાર સ્થળ પર જ છોડીને નાસી છૂટ્યો હતો. પોલીસે રવિની ફરિયાદના આધારે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top