SURAT

કોવિડ સંક્રમણ અટકાવવા સુરતના મુસ્લિમ સમાજે મનપાને આપી આ ખાતરી

સુરતઃ (Surat) કોરોનાવાયરસના નવા સ્ટ્રેઈનનો વ્યાપ દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. હાલ રમઝાન (Ramzaan) મહિના સંદર્ભે મુસ્લિમોનો તહેવાર સાદગીપૂર્વક અને કોવિક ગાઇડલાઇનનું પાલન ક૨વા સાથે ઉજવાય એ માટે જરૂરી માર્ગદર્શન અને સલાહ સુરત મહાનગરપાલિકા દ્વારા મુસ્લિમ સમાજ સાથે મીટિંગ કરવામાં આવી હતી. કોવિડની માર્ગદર્શિકાનું પાલન થાય એ માટે મુસ્લિમ ધર્મગુરુઓ તથા સમાજના અગ્રણીઓને (Muslim Community leaders) સાથ સહકાર આપવા મનપા કમિશનર તેમજ પદાધિકારીઓએ અપીલ કરી હતી. જેને લઈ વિવિધ સમાજ અને સંસ્થાઓએ મનપાને આ સંક્રમણમાં સાથ સહકાર આપવા માટે સહમતિ દર્શાવી છે. જેમાં લોખાત હોસ્પિટલ, જમીઅતે ઉલેમાએ, પટની સુન્નત જમાત ટ્રસ્ટ તેમજ સદભાવન પ્રગતિ મંડળ દ્વારા લેખિતમાં મનપા કમિશનર અને મેયરને તમામ ગાઈડલાઈનનું પાલન કરવા તેમજ લોકોમાં પણ જનજાગૃતિ ફેલાવવા પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું.

ખાસ કરીને મુસ્લિમ સમાજ સ૨કા૨ અને મનપાની ગાઈડલાઈનનો અમલ કરવા, કોઈ વ્યક્તિમાં તાવ, શરદી, ખાંસી જેવાં લક્ષણો જણાય તો તુરંત ટેસ્ટ કરાવી સા૨વા૨ લેવા બાબતે સલાહ અને સહકાર આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. તેમજ મનપાના સ્ટાફ અને મેડિકલ ટીમને પૂરતો સહકાર આપવા પૂરતો પ્રયત્ન કરાશે. સમાજને આ બીમારીથી બચવામાં મદદરૂપ થશે. જે ૨મઝાન મહિનાની ઈબાદત કરેલી ગણાશે. રમઝાન મહિનામાં સાંજના સમયે બજારોમાં, ખાણીપીણીની લારીઓ ઉ૫૨ એકઠા થવાને બદલે ઘરોમાં રહીને કુરાન પઢાશે અને અને ઈબાદત કરવા અપીલ કરીશું. મુસ્લિમ સમાજના વધુમાં વધુ લોકો વેક્સિન લેવામાં આગળ આવી કોરોનાને માત આપવા માટે પૂરતા પ્રયત્નો કરીશું તેવી લેખિતમાં સહમતિ આપી હતી.

ચેમ્બર દ્વારા રક્તદાન અને પ્લાઝમા ડોનેશન શિબિર યોજાશે

સુરત. ચેમ્બર દ્વારા રવિવાર, તા. ર મે, ર૦ર૧ના રોજ સવારે ૧૦ થી બપોરે ર ના સમયગાળા દરમ્યાન ઉધના મગદલ્લા રોડ સ્થિત સુરત રકતદાન કેન્દ્ર અને વરાછા રોડ સ્થિત લોક સમર્પણ રકતદાન કેન્દ્ર ખાતે રક્તદાન અને પ્લાઝમા ડોનેશન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧ મે, ર૦ર૧થી ૧૮ થી ૪પ વર્ષના વ્યક્તિઓ માટે રસીકરણ શરુ થવાનું છે ત્યારે તેની પહેલા રક્તદાન કરવામાં આવશે. બંને શિબિરોમાં દાન કરનારને ચેમ્બર ઓફ કોમર્સ પ્રમાણપત્ર દ્વારા વિશેષ રીતે સન્માનિત કરશે. આ સાથે ગૂગલ લીક https://bit.ly/3xEzAJp ઉપર એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

Most Popular

To Top