SURAT

સુરતના પુણા વિસ્તારમાં બુટલેગરોએ યુવકને જાહેરમાં રહેંસી નાંખ્યો

સુરત: સુરત (Surat) પરવત પાટીયા મહાવીર મોબાઈલ પાસેના પાનના ગલ્લા ઉપર મિત્ર (Friend) સાથે બેસેલા એક યુવકને માથાભારે દુર્ગેશ આણી મંડળીએ જાહેરમાં લાકડાના ફટકાથી માર માર્યા બાદ ચપ્પુ (Knife) ઘુસાડી પતાવી દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે હત્યા (Murder) પાછળ નું કોઈ કારણ જાણી ન શકાતા ચર્ચાનો વિષય બન્યો હતો. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે માથાભારે તત્વો સામે કોઈ પણ નિવેદન આપતા ડરતા હોય એમ લાગી રહ્યું હતું. એટલું જ નહીં પણ યુવકને જાહેરમાં ચપ્પુ મરાતા જોઈ લોકોની બોલતી બંધ થઈ ગઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે ઘટના પરવત પાટીયા મહાવીર મોબાઈલ પાસેની છે. અર્ચના સ્કુલ તરફ જતાં ક્રિષ્ણા સર્કલ પાસે પાનના ગલ્લા પર મિત્ર સાથે બેસેલા યુવકને માથાભારે દુર્ગેશે સાગરીતો સાથે મળી જાહેરમાં લાકડાના ફટકાથી મારમારી ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાખ્યો હતો. બનાવ બાદ આખા વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો હતો. વરાછા ઍલ.ઍચ.રોડ ગાયત્રી સોસાયટીની બાજુમાં રામકુપા સોસાયટીમાં રહેતો અને ટેમ્પો ચલાવતો વિજય મેહુરભાઈ લુણી (ઉ.વ. 30) સોમવારની સાંજે પાંચ વાગ્યે તેના મિત્ર કૌશલ ઉર્ફે ભોલુ સાથે પરવત પાટીયા મહાવીર મોબાઈલથી અર્ચના સ્કુલ જતા રોડ વચ્ચે ક્રિષ્ણા સર્કલ પાસે પાનના ગલ્લા પાસે ઉભો હતો. ત્યારે માથાભારે દુર્ગેશ તથા ઍક્ટીવા મોપેટ ઉપર આવેલા ત્રણ અજાણ્યાઓએ વિજય અચાનક હુમલો કરી લાકડાના ફટકાથી ઢોર મારમારી જાંઘના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે જાહેરમાં થયેલી હત્યા બાદ લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. હત્યારાઓએ એક યુવકને જાહેરમાં ઘા મારી પતાવી દેવાની ઘટનાને લોકો જોતા રહ્યા પણ કોઈ બચાવવા ન આવ્યું એ લોકોમાં ડર નું સ્પષ્ટ ઉદાહરણ કહી શકાય છે. એટલું જ નહીં પણ પોલીસ આવ્યા બાદ લોકો ફિલ્મી સ્ટાઇલમાં અમે કશું જ નથી જોયું એવું કહેતા દેખાયા હતા.

Most Popular

To Top