Entertainment

VIDEO: MS ધોનીની પત્ની સાક્ષીએ ખુલ્લેઆમ અલ્લુ અર્જુનના વખાણ કર્યા

મુંબઈ: આ દિવસોમાં સાઉથ ઈન્ડિયન સિનેમા (South Indian Cinema) આખી દુનિયા પર છવાયેલ છે. સાઉથ ઈન્ડિયાના સ્ટાર્સ પ્રભાસ, યશ, રામ ચરણ, જુનિયન એનટીઆર જેવા સાઉથ સ્ટાર્સ માટે ફેન્સ ક્રેઝી છે. પરંતુ જો આ બધાથી અલગ કોઈ હોય તો તે અલ્લુ અર્જુન (Allu Arjun) છે. ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’થી અલ્લુ અર્જુનના ચાહકોમાં વઘારો થયો છે. ત્યારે હવે સ્ટાર ક્રિકેટર એમએસ ધોનીની પત્ની સાક્ષી (Sakshi) ધોનીએ પણ ખુલ્લેઆમ અલ્લુ અર્જુનના વખાણ કર્યા છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

અલ્લુ અર્જુનની બધી ડબ કરેલી ફિલ્મો જોઈ છે
સાક્ષી ધોની તાજેતરમાં એક ઇવેન્ટનો ગઈ હતી જ્યાં તેણે તેના પ્રિય અભિનેતાનું નામ શબ્દોમાં જાહેર કર્યું હતું. તેણે કહ્યું કે તેણે યુટ્યુબ પર અલ્લુની બધી હિન્દી ડબ કરેલી ફિલ્મો જોઈ છે. તે તેની મોટી ફેન છે અને તેની ‘પુષ્પા’ મૂવીએ તેને ખૂબ જ પસંદ આવી હતી. જણાવી દઈએ કે ‘પુષ્પા’માં અલ્લુને તેના શાનદાર અભિનય માટે પ્રશંસા મળી હતી અને લોકોને તેનાં દરેક ડાયલોગ યાદ છે. ખાસ કરીને ઝૂકેગા નહિં સાલા આ ડાયલોગ તો નાના બાળકોનાં મોઢાં પર પણ ચઢી ગયો હતો. ત્યારે હવે ફેન્સ પુષ્પાના બીજા ભાગની પણ રાહ જોઈ રહ્યાં છે.

સાક્ષીનાં પ્રોડકશન હાઉસની પ્રથમ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે
સાક્ષી ધોનીનું ફિલ્મો પ્રત્યેનું એટેચમેન્ટ ઘણું જૂનું છે. કારણ કે તેણે પોતાનો બિઝનેસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પસંદ કર્યો છે. તેણે તેના પતિ એમએસ ધોની સાથે એક નવું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું છે. ટૂંક સમયમાં જ તેના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ ‘LGM’ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન વખતે સાક્ષીએ અલ્લુ અર્જુનના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તે અલ્લુ અર્જુનની મોટી ફેન છે.

Most Popular

To Top