SURAT

સુરતના મહિધરપુરામાં કારમાંથી 75 લાખ રોકડા મળવાના કેસમાં મોટો ઘટસ્ફોટ

સુરત: વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે સુરત (Surat) લાવવામાં આવેલા એક રાજકીય પક્ષના (Political Party) રોકડા રૂપિયા 75 લાખ ચૂંટણી પંચની (Election Commission) સ્ટેટિક ટીમ અને પોલીસે (Police) મહિધરપુરામાં રાધે નામના આંગડીયા પાસેથી પકડ્યા હોવાનું મોડી રાત્રે જાણવા મળ્યું હતું. સ્ટેટિક ટીમ તેમજ આઈટી (Income Tax) દ્વારા એક રાજકીય પક્ષના ટોચના નેતાની આ મામલે પુછપરછ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે મોડી રાત્રે આ પક્ષના આગેવાનો મહિધરપુરા દોડી ગયા હતા. મોડી રાત્રે એક રાજસ્થાની વ્યક્તિની સાથે ઈનોવા કારને પણ પકડવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી હતી. હાલ સમગ્ર તપાસ ઈડીને સોંપવામાં આવી છે.

મોડી રાત્રે મળતી વધુ માહિતી પ્રમાણે, હાલની વિધાનસભાની ચૂંટણીમાં રોકડ રકમની ભારે હેરફેર થઈ રહી છે. આ હેરફેરને પકડવા માટે ચૂંટણી પંચ દ્વારા સ્ટેટિક ટીમ તેમજ પોલીસને કામે લગાડવામાં આવી છે. જેને કારણે સુરતમાં અનેક માર્ગો પર આ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આવી જ રીતે મહિધરપુરા વિસ્તારમાં ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે મહિધરપુરા, અર્બન પાસે, ધારા નામના આંગડિયાની મહારાષ્ટ્રની પાર્સિંગની ઈનોવા કારમાંથી રોકડા રૂપિયા 75 લાખ મળી આવ્યા હતા.  કારમાંથી રૂપિયાની સાથે સાથે કોંગ્રેસના પાર્કિંગને લગતું સાહિત્ય પણ મળી આવ્યું હતું. જેને કબ્જે કરીને કારને પણ કબ્જે લઈને તેમાં બેઠેલા રાજસ્થાની વ્યક્તિની પુછપરછ શરૂ કરવામાં આવી હતી.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ એક રાજકીય પક્ષની અગ્રણી છે. એવું માનવામાં આવે છે કે, આ રોકડા નાણાં ચૂંટણીમાં ઉમેદવારોને આપવા માટે લાવવામાં આવ્યા હતા. જોકે, મોડી રાત્રે તપાસ ચાલી રહી હોવાથી વધુ વિગતો જાણવા મળી નહોતી. ઘટનાની જાણ થતાં રાજકીય પક્ષના ઉમેદવારો,આગેવાનો તેમજ કાર્યકરો સીધા મહિધરપુરા દોડી ગયા હતા. રોકડા 75 લાખ સાથે જે કાર પકડવામાં આવી છે તે થાણે આરટીઓમાં એમએસ સિદ્ધી વિનાયક ટ્રાવેલ્સના નામે રજીસ્ટર છે. આ કારને થાણે આરટીઓ દ્વારા બ્લેકલિસ્ટેડ કરાઈ છે.

જૂની ધારા આંગડિયાની જગ્યાએ ગુજરાત આંગડિયા સર્વિસ ચાલી રહી છે
આંગડિયાના આગેવાનોના કહેવા પ્રમાણે, મહિધરપુરા સુકુન બિલ્ડિંગમાં અગાઉ ધારા આંગડિયા પેઢી ચાલતી હતી ત્યાં હવે ગુજરાત આંગડિયા સર્વિસ નામની પેઢી ચાલી રહી છે. જૂની બંધ પેઢી કોઈએ ચાલુ કરી છે. વધુ વિગતો આવતીકાલે આંગડિયા એસો. દ્વારા આપવામાં આવશે.

Most Popular

To Top