SURAT

પ્રેમ લગ્ન સ્વીકારવાનો ઢોંગ કરી પિતાએ પુત્રીને ઘરે પરત બોલાવી અને….

સુરત: સુરતમાંથી (Surat) એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં માતા પિતાએ પોતાની પ્રેમ લગ્ન (Love marriage) કરનારી નવ વિવાહિત પુત્રીના તેની મરજી વિરુદ્ધ બીજા યુવક સાથે જબરદસ્તીથી લગ્ન (Marriage) કરાવી દીધા હતાં. આ ઘટના પછી ધટના સ્થળે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. રીનલના પતિ સ્વપ્નિલે ધટના અંગે પોલીસમાં (Police) ફરિયાદ નોંધાવી હતી. રીનલના પરિવારના પાંચ સભ્યો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

  • યુવક્ને મારી નાંખવાની ઘમકી પણ આપવામાં આવી
  • યુવક અને યુવતીએ મહારાષ્ટ્રમાં ભાગીને કોર્ટમેરેજ કરી લીધા હતા

વિગત મુજબ મહારાષ્ટ્રમાં ધાટકોપર કાજુપાડામાં સુભદ્રા નિવાસમાં રહેતો 33 વર્ષીય સ્વપ્નિલ તાનાજી સાબલે ધણીવાર પોતાના મામાના ઘરે ડિંડોલી રામાયણ પાર્કમાં આવતો હતો. આ સમય દરમ્યાન તેના મામાની સોસાયટીમાં રહેતી તેમજ તેના સમાજની રીનલ સાથે તેની આંખો મળી ગઈ હતી અને પ્રેમનું અંકુર બંનેનાં મનમાં ફૂટયા હતા જેના કારણે તેઓએ મહારાષ્ટ્રમાં ભાગીને કોર્ટમેરેજ કરી લીધા હતા.

લગ્નની જાણ રીનલના પિતાના થતાં તેઓએ લગ્નને માની લેવાનો ઢોંગ કરી તેમજ વિધિવત રીતે લગ્ન કરી આપવાનું તેમજ રીસેપ્શન આપવાનું કહી તેઓની પુત્રીને સુરત પરત બોલાવી હતી. જેના કારણે તેઓએ પોતાની પુત્રીને પરત બોલાવી લીધી હતી. થોડાં દિવસ પછી સ્વપ્નિલને ઈંસ્ટાગ્રામ મારફતે જાણ થઈ કે તેની પત્નીના લગ્ન તેની પરવાનગી તેમજ છૂટાછેડા વગર કોઈ બીજા યુવક સાથે કારવવામાં આવી રહ્યાં છે. જેના કારણે તે તાત્કાલિક સુરત આવી રીનલને ત્યાં ગયો હતો. ત્યાં રીનલની બહેન તેજલ સાથે વાત કરતા તેણીએ કહ્યું હતું કે તું અહીંથી જતો રે નહિં તો સારું ન થશે. આવું કહી તેજલે સ્વપ્નિલ સાથે ગાળાગાળી કરી હતી. આ સાથે તેને મારી નાંખવાની ઘમકી પણ આપી હતી. આ ઘટના અંગેની ફરિયાદ સ્વપ્નિલે પોલીસમામ કરી છે. રીનલના પરિવારના પાંચ સભ્યો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

Most Popular

To Top