SURAT

કતારગામ દરવાજાથી અસક્તાશ્રમ સુધીની કોટની રાંગને સાડા ત્રણ કરોડના ખર્ચે આ રીતે તૈયાર કરાશે

સુરત: (Surat) ડગલેને પગલે ઇતિહાસને ઘરબીને બેઠેલા સુરતમાં ઘણી ઐતિહાસિક ધરોહરો છે. આ ધરોહરોના જતન માટે સુરત મનપા દ્વારા હેરીટેજ સેલ બનાવવામાં આવ્યું છે. અગાઉ મક્કાઇપુલથી કસ્તુરબા ગાર્ડન સુધીના વિસ્તારને હેરિટેજ સ્કવેર તરીકે વિકાસવવા ઘણા આયોજનો થયા હતા, જોકે વચ્ચે મેટ્રોની (Metro) કામગીરી આવી જતાં આ કરોડોના ખર્ચ પર પાણી ફરી ગયું છે. પરંતુ સુરતની ઓળખ સમાન ચોક બજાર સ્થિત કિલ્લાનું રિસ્ટોરેશન પુરૂ થઇ ચૂક્યું છે ત્યારે હવે કોટ વિસ્તાર તરીકે ઓળખાતા તળ સુરતની ફરતેના ઐતિહાસિક કોટની હાલત જર્જરીત હોય આ કોટ એટલે કે દિવાલને પણ રિસ્ટોર કરવા આયોજન કરાયું છે. પ્રથમ તબ્બક્કામાં કતારગામ દરવાજાથી અસક્તાશ્રમ સુધીની કોટની દિવાલ તેના મૂળ સ્વરૂપે રિસ્ટોર કરવા શાસકો સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.

  • કતારગામ દરવાજાથી અસક્તાશ્રમ સુધીની કોટની રાંગને સાડા ત્રણ કરોડના ખર્ચે રિસ્ટોર કરાશે
  • સુરતના ઇતિહાસને જાળવી રાખવા માટે મનપાના પ્રયાસો

સ્થાયી સમિતિ સમક્ષ મુકાયેલી દરખાસ્તમાં કતારગામ દરવાજાથી અસક્તાશ્રમ સુધીના કોટની દિવાલ બનાવવા માટે 3.53 કરોડનું ટેન્ડર મંજૂરી માટે મુકાયું છે. આ કામગીરીમાં આશરે 950 મીટર જેટલી દિવાલનું તેના મુળ સ્વરૂપમાં રિસ્ટોરેશન કરાશે.

ઉનાળા સામે મનપાનું તંત્ર હાંફવા લાગ્યું : રાંદેર-કતારગામ ઝોનમાં ફરી પીવાનું પાણી વાસ મારતું પાણી આવવા લાગ્યું
સુરત: ઉનાળાની શરૂઆત થતા જ શહેરમાં ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. થોડા દિવસ પહેલાં વરાછા, ઉધના અને કતારગામ વિસ્તારમાં વાસ મારતું પાણી અને ગંદું પાણી આવતું હોવાની ફરિયાદ ઊઠી હતી. જો કે, ત્યારે મનપાના તંત્ર દ્વારા એવું કારણ અપાયું હતું કે, વાલક પાસે કેનાલનું પાણી ખાડીમાં આવતાં ખાડી ઊભરાઇ હતી અને તે ગંદું પાણી નદીમાં આવી જતાં પાણીની ગુણવત્તા ખાડે ગઇ હતી. જો કે, હવે ફરીવાર કતારગામ અને રાંદેર ઝોનમાં પણ ગંદું પાણી આવતું હોવાની ફરિયાદ ઊઠી છે. રાંદેર ઝોનમાં છેલ્લા ઘણા સમયથી પીળું પાણી આવવાની ફરિયાદ ઊઠી છે, જે અંગે રહીશો દ્વારા મનપામાં ફરિયાદ કરી છે. જેથી મનપાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા ફોલ્ટ શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજી સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું નથી. દરમિયાન હાઇડ્રોલિક વિભાગના જણાવ્યા મુજબ નદીના પાણીની ગુણવત્તા બગડી જતાં આવી સ્થિતિ થઇ રહી હોવાથી રાંદેર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રોડક્શનમાં કાપ મૂકવાની નોબત આવી છે, રોજના 225 એમએલડીની જગ્યાએ હાલ 180 એમએલડી પાણીનું ટ્રીટ થઇ રહ્યું છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી રાંદેર ઝોનમાં પીવાનું પાણી પીળા કલરનું આવતું હોવાની સમસ્યા વધી છે. પીળા કલરના પાણીની સાથે સાથે પાણી વાસ મારતું આવી રહ્યું હોવાના કારણે ભરઉનાળે લોકોને પાણીની સમસ્યા પરેશાન કરી રહી છે. આ અંગે રાંદેર ઝોનના રહેવાસીઓ દ્વારા સ્થાનિક નગરસેવકોને ફરિયાદ કરવામાં આવી હતી. જેથી મનપામાં આ અંગે જાણ કરાઈ છે. મનપાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા આ સમસ્યાનો નિવેડો લાવવા માટે તપાસ કામગીરી શરૂ કરી છે, પરંતુ આ સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું નથી. થોડા સમય અગાઉ શહેરના ઉધના, કતારગામ વિસ્તારોમાં આ સમસ્યા વકરી હતી. જેથી ઘણી જગ્યાએ ખોદાણ કરી તપાસ કરાઈ હતી અને હવે રાંદેર ઝોનમાં આ ફરિયાદ ઊઠી છે.

Most Popular

To Top