Entertainment

સલમાન ખાનની ફિલ્મ ‘KKBKKJ’નું નવું સોંગ રિલીઝ, ‘લેટ્સ ડાન્સ છોટૂ મોટૂ’ લુંગીમાં દેખાશે એક્ટર

બોલિવુડનો દબંગ એક્ટર સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 21 એપ્રિલે રિલીઝ થવાની છે. સલમાન ખાન હંમેશા જ ફેમિલી એન્ટરટેનર ફિલ્મો (Film) ફેન્સ માટે લઈને આવતો રહ્યો છે અને તેની ફિલ્મોમાં તેનો અલગ અંદાજ પૂરી રીતે જોવા મળે છે. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં પણ તેનો અલગ જ અંદાજ જોવા મળવાનો છે. ફિલ્મ પૂર્ણ રીતે તેના જ રંગમાં રંગાયેલી છે. ફિલ્મના સોંગથી લઈને પ્રોમો (Promo) સુધી જે પણ રિલીઝ થયું છે, તેમાં ભાઈજાનની છાપ સ્પષ્ટ જોવા મળી રહી છે. હાલમાં જ સલમાન ખાને ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું નવું ગીત ‘લેટ્સ ડાન્સ છોટૂ મોટૂ’ રિલીઝ ર્ક્યુ છે.

ફિલ્મનું ગીત ‘લેટ્સ ડાન્સ છોટૂ મોટૂ’
ક્ટર સલમાન ખાન, વેંકટેશ, પૂજા હેગડે, શહેનાઝ ગિલ અને રાઘવ ઝુયાલ અભિનીત ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું નવું ગીત ‘લેટ્સ ડાન્સ છોટૂ મોટૂ’ રિલીઝ થઈ ચૂક્યું છે. આ ગીતમાં ભાઈજાનનો પૂરો સ્વૈગ જોવા મળે છે અને ગીતની અંદર તમામ નર્સરી રાઈમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગીતમાં ફેમસ નર્સરી રાઈમ્સ હમ્પટી ડમ્પટી, જોની-જોનીથી લઈને ટ્વિંકલ ટ્વિંકલ લિટિલ સ્ટાર્સ જેવી બાળકોની ફેવરેટ કવિતાઓ સાંભળવા મળશે.

‘લેટ્સ ડાન્સ છોટૂ મોટૂ’ ગીતને સલમાન ખાન અને દેવી પ્રસાદે ગાયું છે, જ્યારે તેમાં રૈપ હની સિંહે ર્ક્યુ છે. આનું મ્યુઝિક દેવી પ્રસાદનું છે. આ ગીતમાં સલમાન ખાનનો ડાન્સ ગજબનો છે અને તે એક વાર ફરી લુંગીમાં જોવા મળી રહ્યો છે.

કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મનું બજેટ
ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું બજેટ અંદાજે 80 કરોડ રૂપિયા કહેવામાં આવી રહ્યો છે. ફિલ્મના પહેલા દિવસના કલેક્શનને લઈને અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, ફિલ્મ પહેલા દિવસે 15-20 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે. ફિલ્મને ફરહાદ સામજીએ ડિરેક્ટ કરી છે.  

આના પહેલા ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ‘નૈયો લગદા’, ‘બિલ્લી બિલ્લી’, ‘જી રહે થે હમ’, ‘બઠુકમ્મા’ અને ‘યેંતમ્મા’ ગીતને પ્રેક્ષકો પાસેથી ખૂબ જ પ્રેમ મળ્યું છે. તેમજ હવે ‘ઓ બલ્લે બલ્લે’ અને ‘લેટ્સ ડાન્સ છોટૂ મોટૂ’ ના રિલીઝ બાદ આ અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મના તમામ ગીતો પ્રેક્ષકોની સામે આવી ગયા છે.

Most Popular

To Top