SURAT

સુરતમાં ચબૂતરા પર શિવલિંગ મુકી મંદિર બાંધવાનો મહીલા કોર્પોરેટરના પતિનો પ્રયાસ

સુરત (Surat): ઉધના ઝોનમાં સમાવિષ્ટ બમરોલી વિસ્તારમાં શિવમનગર સોસાયટી પાસે સુરત મનપાના (SMC) અનામત પ્લોટ પર પહેલા ચબુતરો બનાવ્યા બાદ ત્યાં જ ભગવાનની (GOD) મુર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જે બાબતે ઉધના ઝોન દ્વારા ના કહેવા છતા મંદિરનું (Temple) ગેરકાયદે (Illegal) રીતે બાંધકામ (Construction) શરૂ કરી દેવાયું હતુ. જેમાં સ્થાનિક મહિલા (Women) કોર્પોરેટરના પતિ પણ સામેલ હોય રાજકીય દબાણ લાવવા પ્રયાસ કરાયો હતો.

  • મનપાના તંત્ર દ્વારા ના કહેવા છતા પહેલા મૂર્તિ મુકી બાદમાં મંદીર બનાવવાનું શરૂ કરાયું
  • ઝોન ઓફીસ પર મોરચો લાવી રાજકીય દબાણનો પ્રયાસ

જો કે અહી આ જગ્યાની બાજુમાં જ મનપાની જ જગ્યા પર મંદિર છે. આમ છતાં તેનાથી અમુક ફુટ દુર જ નવું મંદીર બનાવી મનપાની જમીન પર કબજો જમાવવા પ્રયાસ થતો હોય મનપાના તંત્ર દ્વારા આ બની રહેલા મંદીરનું ડિમોલીશન કરાયું હતુ. જો કે સ્થાનિક મહીલા કોર્પોરેટરના પતિ સહીતના લોકોએ આ મુદ્દે વિરોધ કરી ઉધના ઝોન પર મોરચો લાવ્યા હતા. તેમજ ઝોન ઓફીસનો ઘેરાવ કરાયો હતો. તેમજ કર્મચારીઓને બહાર નહી નીકળવા દેવાય તેવું કરી ગેટની સામે સુઇ જતા મામલો ગરમાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, સુરત મહાનગરપાલિકાના રિર્ઝવેશન પ્લોટની જગ્યામાં જ્યાં આ મંદિર બનાવવા પ્રયત્ન કરાયો ત્યાં મહાનગરપાલિકાની સ્ટ્રોમ ડ્રેનેજ ચેમ્બર તથા મેઈન હોલ પર ઓટલાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ જગ્યામાં મંદિરની બાજુમાં એક ફૂટની દિવાલો તથા આર.સી.સી. બાંધકામ કરી આર.સી.સી. ઓટલો બનાવી તેના પર શિવલીંગ તથા નંદીની મૂર્તિ મૂકી દેવામાં આવી હતી. ગેરકાયદે રીતે મનપાના રિઝર્વેશન પ્લોટ પર મંદિર બનાવવામાં આવતા ઉધના ઝોન દ્વારા આ જગ્યાનો કબજો લેવા માટે ડિમોલીશનની કામગીરી કરી હતી અને તે માટે મનપા દ્વારા કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ બંદોબસ્તની માંગણી પણ કરી હતી. જેથી મનપાના સ્ટાફ અને પોલીસ સ્ટાફ સાથે મળીને આ દબાણ દુર કરવામાં આવ્યું હતું. અને મનપાએ જગ્યાનો કબજો લીધો હતો. મનપા દ્વારા ડિમોલીશન કરી દેવાતા સ્થાનિક લોકો અને મંદિરના પુજારીઓ ઉધના ઝોન ઓફિસ ખાતે મોરચો લઈ રજુઆત કરવા પહોંચ્યા હતા.

Most Popular

To Top